Site icon

Kabosu dies: ડોજીકોઈનના પ્રખ્યાત કાબોસુ કૂતરાનું થયું નિધન, રવિવારે યોજાશે વિદાય સમારોહ..

Kabosu dies:કાબોસુ, લોકપ્રિય જાપાનીઝ કૂતરો જેણે ડોગે મીમને પ્રેરણા આપી હતી, તેનું 24 મેના રોજ અવસાન થયું છે. તે 18 વર્ષની હતી. તેના માલિક અત્સુકો સાતોએ ​​એક બ્લોગ પોસ્ટમાં કાબોસુના મૃત્યુની માહિતી આપી છે.

Kabosu dies Shiba inu dog was meme and face of Dogecoin

Kabosu dies Shiba inu dog was meme and face of Dogecoin

 News Continuous Bureau | Mumbai 

Kabosu dies: તમને Digicoin નો કૂતરો તો યાદ હશે, જે એકવાર ટ્વિટર પર વાયરલ થયા પછી તેના લોગોનો ભાગ બની ગયો હતો. વાસ્તવમાં તે એક કૂતરી હતી, આ જાપાનમાં જોવા મળતો શિબા ઈનુ જાતિની હતી. તે 18 વર્ષની ઉંમરે મૃત્યુ ( Death )  પામી છે. આની પૃષ્ટિ તેના માલિક દ્વારા કરવામાં આવી છે. વાયરલ થયાના 14 વર્ષ પછી, કાબોસુ નામની કૂતરી આખરે ખરાબ સ્વાસ્થ્ય સાથેની લડાઈ હારી ગઈ.  એક દાયકા કરતાં વધુ સમયથી ઇન્ટરનેટ પર સૌથી પ્રખ્યાત કૂતરો રહ્યા બાદ લ્યુકેમિયા અને લીવરની બીમારી સામે લડી રહી હતી. 

Join Our WhatsApp Community

Kabosu dies: કાબોસુ, માદા કૂતરો મૃત્યુ પામ્યો

કાબોસુના માલિક અત્સુકો સાતોએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં દુઃખદ સમાચાર જાહેર કરતા કહ્યું કે, 24 મેના રોજ અત્સુકો સાતોએ એક બ્લોગ દ્વારા માહિતી આપી હતી કે કાબોસુ, માદા કૂતરો મૃત્યુ પામ્યો છે. સાતોએ કહ્યું કે કાબોસુ માટે વિદાય સમારંભ 26 મેના રોજ યોજાશે, જે જાપાનના નારા શહેરમાં બપોરે 1:00 થી 4:00 વાગ્યા સુધી યોજાશે. તમને જણાવી દઈએ કે અત્સુકોએ વર્ષ 2008માં શિબા ઈનુ જાતિના કાબોસુને દત્તક લીધો હતો.

Kabosu dies:  ક્રોનિક લિમ્ફોમા લ્યુકેમિયાથી હતી પીડિત 

વર્ષ 2022માં કોલેન્જિયોહેપેટાઇટિસ અને ક્રોનિક લિમ્ફોમા લ્યુકેમિયા હોવાનું નિદાન થયું હતું. શિબા ઈનુની તસવીરો 2010માં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી ત્યાર બાદ તેને ઘણી ખ્યાતિ મળવા લાગી હતી. તેની તસવીર વાયરલ થયા બાદ અનેક મીમ્સ બનવા લાગ્યા અને તેની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ.

આ સમાચાર  પણ વાંચો: ભારતમાં અંગ્રેજી શીખવવાનું બજાર કેટલું મોટું છે, 2030 સુધીમાં CAGR ક્યાં પહોંચશે?.. જાણો વિગતે…

જ્યારે 2013માં DodgeCoin નામની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે તેનો લોગો પણ કાબોસુની તસવીર પરથી બનાવવામાં આવ્યો હતો. તેણે અન્ય ડોગ-થીમ આધારિત ક્રિપ્ટોકરન્સી બનાવવાની પ્રેરણા પણ આપી

 WhatsApp Delete Message: WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? આ ૫ સુરક્ષિત અને સરળ રીતો અજમાવો, કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં !
Cyber Attack: તમે પાસવર્ડ નથી બદલતા? આ કંપનીનો ડેટા લોક થયો અને ૭૦૦ કર્મચારીઓની નોકરી ગઈ.. ચેતી જજો ભાઈ…
How to stop spam calls : સ્પામ કોલ્સથી પરેશાન છો? ફોનમાં આ નાનકડું સેટિંગ કરો, મળશે છુટકારો!
Labubu Dolls :લબુબુ ડોલનો પ્રભાવ, શું ‘રાક્ષસી ઢીંગલી’ તમારું નસીબ બદલી શકે છે? જાણો શું છે તેની પાછળનું સત્ય!
Exit mobile version