News Continuous Bureau | Mumbai
Nothing Phone 2a : ‘નથિંગ’ ( Nothing ) ઘણીવાર તેની ડિઝાઇન માટે સમાચારમાં રહે છે. હવે કંપનીનો નવો ફોન આવવાનો છે. એટલે કે કાર્લ પેઈ તેના ત્રીજા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. નવા સ્માર્ટફોનને ફોન ( smartphone) 2a નામ આપવામાં આવ્યું છે. સામે આવેલી માહિતી અનુસાર, આ જૂના ફોન 2 કરતા સસ્તો ( Affordable ) હશે. આ ફોન વિશેની માહિતી ટિપ્સર્સ દ્વારા શેર કરવામાં આવી છે. આ અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
એફોર્ડેબલ ફોન સીરીઝને ‘a’ નામથી માર્કેટમાં લોન્ચ કરશે
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની પોતાની એફોર્ડેબલ ફોન સીરીઝને ‘a’ નામથી માર્કેટમાં લોન્ચ ( launch ) કરશે. Nothing Phone 2a માં ડિસ્પ્લે પણ મોટી સાઇઝની હશે. તેમાં 6.7 ઇંચની સ્ક્રીન હશે જે સુપર સ્મૂથ 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે. ફોનમાં સ્પષ્ટ અને સરસ દેખાતા વિઝ્યુઅલ્સ પણ ઉપલબ્ધ થશે.
Nothing Phone 2aમાં 16MP ફ્રન્ટ કેમેરા પણ હશે. ફોનના જમણા ખૂણે સેલ્ફી માટે કેમેરા આપવામાં આવશે. પાછળના ભાગમાં 50MP મુખ્ય કેમેરા પણ હશે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ( OIS ) ફીચર સાથે આવે છે. ફોનમાં 4,920 mAh બેટરી હશે. એટલે કે બેટરી બેકઅપ પણ ઘણું સારું રહેશે. જો અન્ય લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો આ ફોન Nothing OS 2.5 પર કામ કરશે.
આ સમાચાર પણ વાંચો : CoP28 Climate Summit: ભારત 2028માં ક્લાઈમેટ ચેન્જ સમિટની યજમાની કરવા તૈયાર, PM મોદીએ દુબઈમાં મૂક્યો આ પ્રસ્તાવ..
Nothing Phone 2a માં ઉપલબ્ધ હશે આ ( Special features ) વિશેષ સુવિધાઓ–
ઘણા લીક્સમાં એવું કહેવામાં આવ્યું છે કે Nothing Phone 2a કોડ નેમ ‘AIN142’ સાથે લોન્ચ કરવામાં આવશે. જો કે, આમાં પણ એક ટ્વિસ્ટ છે કારણ કે તેની ડિઝાઇન નથિંગ ફોન 1 જેવી છે. કારણ કે ફોન 2 ની ડિઝાઇન આનાથી બિલકુલ અલગ છે. અત્યાર સુધી જાહેર કરાયેલી તસવીરો પરથી આ સ્પષ્ટ થાય છે. જો કે, સ્ક્રીનનું કદ અને સેલ્ફી કેમેરા પ્લેસમેન્ટ ફોન 2 જેવું જ છે. ચોંકાવનારી માહિતી સામે આવી છે કે ફોન 2ની સરખામણીમાં ફોન 2aમાં 250 mAh મોટી બેટરી હશે.
