Site icon

આજે લોન્ચ Poco F5 Pro 5G થશે, જાણો ડિસ્પ્લે, પ્રોસેસર ફિચર્સ અને કિંમત

સ્માર્ટફોન બ્રાન્ડ પોકોએ તેના નવા મિડ રેન્જ સ્માર્ટફોન સિરીઝ Poco F5 seriesને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ સિરીઝ 2 નવેમ્બરએ ભારતીય માર્કેટ સહિત ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થશે

Poco F5 Pro 5G

Poco F5 Pro 5G

News Continuous Bureau | Mumbai 

સ્માર્ટફોન બ્રાન્ડ પોકોએ તેના નવા મિડ રેન્જ સ્માર્ટફોન સિરીઝ Poco F5 seriesને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ સિરીઝ 2 નવેમ્બરએ ભારતીય માર્કેટ સહિત ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થશે, સિરીઝ અંતર્ગત Poco F5 5G અને Poco F5 Pro 5Gને લોન્ચ કરાશે. લોન્ચિંગ પહેલાં જ Poco F5 Pro 5Gની માહિતી સામે આવી છે. કંપનીએ ખુદ ફોનની માહિતી શેર કરી છે. કંપનીએ Poco F5 Pro 5Gની ડિસ્પ્લે સ્પેસિફિકેશનનો ખુલાસો કરાયો છે. ફોનના બેક પેનલ પર LED ફ્લેશની સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે.

 

Join Our WhatsApp Community
પોકોએ તેના ઓફિશિયલ ટ્વિટર પેજ દ્વારા આગામી Poco F5 Pro 5Gની ડિસ્પ્લે(display) ફીચર્સની માહિતીને ટીઝ કરી છે. ફોન WQHD+ ડિસ્પ્લેથી સજ્જ હશે. ફોનના ટીઝર પરથી સમજી શકાય છે કે, ફોનના ફ્રન્ટમાં પંચહોલ કેમેરો હશે. તો ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને બેક પેનલ પર એક કેમેરા આઇલેન્ડની સાથે LED ફ્લેશનો સપોર્ટ મળશે. આ સિરીઝ અંગે દાવો કરવામાં આવ્યો છે કે, 30 હજારથી ઓછી કિંમત હશે.

 

હાલમાં જ આવેલાં એક રિપોર્ટ મુજબ, Poco F5 Proમાં 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 3200 x 1440 પિક્સલ રિઝોલ્યૂએશન અને 120Hz રિફ્રેસ રેટ સાથે આવે છે. તો ફોનમાં ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 8+ Gen 1 પ્રોસેસર (processor) અને 12GB રેમ અને 256GB સુધીનું ઓનબોર્જ સ્ટોરેજ હોય એવી શક્યતા છે. ફોનમાં 5,160mAh બેટરી અને 67W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

 

લોન્ચિંગ પહેલાં કંપનીએ કન્ફર્મ કર્યું છે કે, Poco F5ને Snapdragon 7+ Gen 2 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે. Poco F5 અંગે પોકો ઇન્ડિયાએ હાલમાં જ એક ટીઝર વીડિયો પણ શરે કર્યો હતો. Poco F5ની સાથે 12જીબી રેમ પણ મળી શકે છે. આ ઉપરાંત ફોનને 256 જીબી સુધીના સ્ટોરેજ સાથે લોન્ચ(launch) કરવામાં આવ્યો.  આ ફોનની કિંમત (price) ₹ 36,890 હોવાની શક્યતા છે. 

 

આ સમાચાર પણ વાંચોઃ Vivo X90S આકર્ષક ફીચર્સ ની સાથે લોન્ચ, જેમાં મળશે જબરદસ્ત લુક, જાણો શું હશે કિંમત?
 WhatsApp Delete Message: WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? આ ૫ સુરક્ષિત અને સરળ રીતો અજમાવો, કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં !
Cyber Attack: તમે પાસવર્ડ નથી બદલતા? આ કંપનીનો ડેટા લોક થયો અને ૭૦૦ કર્મચારીઓની નોકરી ગઈ.. ચેતી જજો ભાઈ…
How to stop spam calls : સ્પામ કોલ્સથી પરેશાન છો? ફોનમાં આ નાનકડું સેટિંગ કરો, મળશે છુટકારો!
Labubu Dolls :લબુબુ ડોલનો પ્રભાવ, શું ‘રાક્ષસી ઢીંગલી’ તમારું નસીબ બદલી શકે છે? જાણો શું છે તેની પાછળનું સત્ય!
Exit mobile version