Site icon

  Realme Narzo 70 Turbo 5G:  Realme નો નવો ગેમિંગ સ્માર્ટફોન  રિયલમી નારઝો 70 ટર્બો 5G લોન્ચ, જાણો પ્રારંભિક કિંમત અને ફીચર્સ..

 Realme Narzo 70 Turbo 5G:   રિયલમી એ ભારતમાં વધુ એક શક્તિશાળી ગેમિંગ સ્માર્ટફોન Narzo 70 Turbo લોન્ચ કર્યો છે. Realmeનો આ ગેમિંગ સ્માર્ટફોન 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સિવાય કંપનીએ સસ્તા TWS ઇયરબડ પણ રજૂ કર્યા છે.

Realme Narzo 70 Turbo 5GRealme launches Narzo 70 Turbo 5G and Buds N1 in India. Features, price

Realme Narzo 70 Turbo 5GRealme launches Narzo 70 Turbo 5G and Buds N1 in India. Features, price

News Continuous Bureau | Mumbai

 Realme Narzo 70 Turbo 5G: રિયલમી, જેણે સ્માર્ટફોનની દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. તેણે ભારતીય ગ્રાહકો માટે એક પાવરફુલ ગેમિંગ ફોન  રિયલમી નારઝો 70 ટર્બો 5G અને Realme Buds N1 લૉન્ચ કર્યો છે. Realme Narzo 70 Turbo 5G ખાસ કરીને ગેમિંગ લવર્સ માટે રચાયેલ છે.

Join Our WhatsApp Community

Realme Narzo 70 Turbo 5G ની કિંમત 

6GB RAM + 128GB સ્ટોરેજ સાથે રિયલમી નારઝો 70 ટર્બો 5G ની કિંમત 16,999 રૂપિયા છે. મિડ મોડલ 8GB RAM+128GB વેરિઅન્ટ રૂ. 17,999. જ્યારે ટોપ ઓપ્શન 12GB RAM + 256GB ની કિંમત 20,999 રૂપિયા છે. આ બ્રાન્ડ મોબાઈલ પર 2,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કૂપન ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જે પછી બેઝ મોડલની કિંમત 14,999 રૂપિયા, મિડ મોડલની કિંમત 15,999 રૂપિયા અને ટોપ મોડલની કિંમત 18,999 રૂપિયા હશે. 

Realme Narzo 70 Turbo ના ફીચર્સ

 રિયલમી નારઝો 70 ટર્બો ના ફીચર્સ Realme 13 5G સિરીઝ જેવા જ છે. આ ફોનમાં 6.67 ઇંચની OLED ડિસ્પ્લે છે, જે 120Hz હાઇ રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. ફોનના ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 2000 nits સુધી છે. Realmeનો આ ફોન MediaTek Dimensity 7300 Energy પ્રોસેસર પર કામ કરે છે. આ સાથે 12GB રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજનો સપોર્ટ ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi US Visit : ‘ઈશ્વર સાથે સીધો સંપર્ક, 56 ઈંચની છાતી… ઈતિહાસ બની ગયો’, રાહુલ ગાંધી અમેરિકાથી પીએમ મોદી પર સાધ્યું નિશાન; જાણો શું કહ્યું..

તમે Realme ના આ ગેમિંગ ફોનની રેમને વર્ચ્યુઅલ રીતે 14GB સુધી વધારી શકશો. તે જ સમયે, ફોનના સ્ટોરેજને પણ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. આ ફોનમાં 45W USB Type C ફાસ્ટ ચાર્જિંગ ફીચર સાથે 5000mAh બેટરી છે. ફોન Android 14 પર આધારિત Realme UI પર કામ કરે છે. આ Realme ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. ફોનમાં 50MP મુખ્ય અને 2MP પોટ્રેટ કેમેરા હશે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MP કેમેરા છે.

 Realme Narzo 70 Turbo 5G: ફોનની ખરીદી પર 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ

 આ ફોનનો પહેલો સેલ 16 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે ઈ-કોમર્સ વેબસાઈટ Amazon અને કંપનીની ઓફિશિયલ સાઈટ પર આયોજિત કરવામાં આવશે. ફોનની ખરીદી પર 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. Realme Buds N1 ની કિંમત 1,999 રૂપિયા છે અને તેનું વેચાણ 13 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે Amazon પર થશે.

 WhatsApp Delete Message: WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? આ ૫ સુરક્ષિત અને સરળ રીતો અજમાવો, કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં !
Cyber Attack: તમે પાસવર્ડ નથી બદલતા? આ કંપનીનો ડેટા લોક થયો અને ૭૦૦ કર્મચારીઓની નોકરી ગઈ.. ચેતી જજો ભાઈ…
How to stop spam calls : સ્પામ કોલ્સથી પરેશાન છો? ફોનમાં આ નાનકડું સેટિંગ કરો, મળશે છુટકારો!
Labubu Dolls :લબુબુ ડોલનો પ્રભાવ, શું ‘રાક્ષસી ઢીંગલી’ તમારું નસીબ બદલી શકે છે? જાણો શું છે તેની પાછળનું સત્ય!
Exit mobile version