Site icon

Vivo X90S આકર્ષક ફીચર્સ ની સાથે લોન્ચ, જેમાં મળશે જબરદસ્ત લુક, જાણો શું હશે કિંમત?

Vivo X90S આ વિવો નું એક નવું ફ્લેગશિપ ફોન છે જે 6.78 ઇંચ ની કર્વ એમોલેડ ડિસ્પ્લે, Mediatek Dimensity 9200+ નું પ્રોસેસર, 12GB ની RAM, 4810mAh ની બેટરી જેવા ફીચર્સ ની સાથે આવે છે.

Vivo X90S launched

Vivo X90S launched

News Continuous Bureau | Mumbai 

Vivo X90S આ વિવો નું એક નવું ફ્લેગશિપ ફોન છે જે 6.78 ઇંચ ની કર્વ એમોલેડ ડિસ્પ્લે, Mediatek Dimensity 9200+ નું પ્રોસેસર, 12GB ની RAM, 4810mAh ની બેટરી જેવા ફીચર્સ ની સાથે આવે છે. આ ફોન ચાઇના મા લોન્ચ (launched) થયી ગયો છે અને થોડાક સમય મા ભારતમા પણ લોન્ચ થશે.

 

Join Our WhatsApp Community

Vivo X90S નું ડિઝાઈન

ફોન નું ડિઝાઈન ખરેખર ખુબજ આકર્ષક બનાવવા મા આવ્યું છે. કેમ કે ફોન ના પાછળ નો ભાગ સિરેમિક જેવો દેખાય છે પણ ગ્લાસ થી બનાવવા મા આવેલો છે અને આં ફોન એક નવા કલર ની સાથે પણ આવે છે. ફોન ની ફ્રેમ પણ મેટલ થી બનેલી છે. ફોન ની ડિસ્પ્લે કર્વ હોવા થી ફોન પણ પાતળો છે અને હાથ મા પકડવા પર પણ બહુ સરસ લાગશે. ફોન ના પાછળ નું ભાગ જોઈએ તો કેમેરા નું સેટઅપ અને ડીઝાઇન બંને Vivo X90 સિરીઝ ના ફોનો ના જેવુ જ છે કઈ વધાર ફેર નથી. ફોન નું વજન 204 ગ્રામ નું છે.

 

Vivo X90S ની ડિસ્પ્લે

આં ફોન 6.78 ઇંચ ની કર્વ FHD+ AMOLED ડિસ્પ્લે ની સાથે આવે છે જેમાં 1260×2800 પિક્સેલ નું રીઝોલ્યુસન મળે છે અને આં ડિસ્પ્લે મા 120Hz ની ફાસ્ટ રીફ્રેશ રેટ પણ મળે છે. ફોન ની ડિસ્પ્લે કર્વ હોવા થી સાઈડ ના બેઝલ જરાય દેખાતા નથી. ડિસ્પ્લે મા HDR10+ નું સપોર્ટ પણ મળે છે. ડિસ્પ્લે ખુબજ આકર્ષક છે.

 

Vivo X90S ની પરફોર્મન્સ

આ ફોન Mediatek Dimensity 9200+ ના ફ્લેગશિપ પ્રોસેસર(features) ની સાથે આવે છે. જે કે 4 નેનોમીટર ના ચીપ પર બનેલી છે. ફોન મા 12GB ની RAM જોવા મળે છે જે કે LPDDR5X છે અને 256GB ની સ્ટોરેજ મળે છે જે કે UFS4.0 છે. ફોન ના અંતૂતું સ્કોર વિશે વાત કરીએ તો 16 લાખ નો સ્કોર મળે છે જે કે ખુબજ સરસ છે. અને ગિકબેંચ ના સ્કોર વિશે વાત કરીએ તો સિંગલ કોર મા 2097 ના સ્કોર મળે છે.

 

આ સ્કોર ખુબજ વધાર છે જેના થી તમે અંદાજો લગાઈ સકો છો કે આમાં કેટલી જબરદસ્ત પરફોર્મન્સ મળશે. જો તમે ગેમર છો અને આં કિંમત મા કોઈ ગેમિંગ ફોન શોધતા હો તો આં ફોન તમે ચોક્કસ થી લઈ સકો છો.

 

Vivo X90S મા બેટરી અને કનેક્ટીવીટી

આં ફોન મા બેટરી વિશે વાત કરીએ તો આં ફોન મા 4810 mAh ની બેટરી જોવા મળે છે અને ફોન ના બોક્સ મા 120W નું ફાસ્ટ ચાર્જર જોવા મળે છે. અને ફોન મા ચારજિંગ માટે USB Type C પોર્ટ મળે છે. આં એક 5G ફોન છે જે ભારત મા ઉપસ્થિત બધાજ 5G ની બેન્ડ્સ ને સપોર્ટ કરશે. ફોન મા આપડે બે નેનો સીમ કાર્ડ લગાવી શકીએ છીએ. અને ફોન IP rating ની સાથે પણ આવે છે એટલે કે ફોન વોટરપ્રૂફ છે.

 

ફોન મા UI વિશે વાત કરીએ તો આં ફોન મા વિવો નું Funtouch 13 મળશે જે કે Android 13 ના ઉપર આધારિત હશે. ફોન મા ઈન ડિસ્પ્લે ફીંગર પ્રિન્ટ સ્કેનર પણ મળે છે.

 

Vivo X90S નું કેમેરા
ફોન ના પાછળ ની સાઈડ ટ્રિપલ કેમેરા નું સેટઅપ મળે છે. જેમાં જે પહેલો કેમેરો છે એ 50MP નું Sony IMX 866 OIS નું સેન્સર છે. બીજો કેમેરા એ 12MP નું અલ્ટ્રા વાઈડ એંગળ Sony IMX633 નું સેન્સર છે. ત્રીજો કેમેરા પણ 12MP નું Sony IMX633 ટેલિફોટો લેન્સ કેમેરા છે. આં કેમેરા થી આપડે 4K 30fps ના ઉચતમ ક્વોલિટી મા વિડિયોઝ શૂટ કરી શકીએ છીએ. સામે ની તરફ 32MP નું સેલ્ફી કેમેરા મળે છે.

 

Vivo X90S ની કિંમત અને લૉન્ચ ની તારીખ
આં ફોન અત્યારે ફક્ત ચાઇના મા લોન્ચ થયો છે. અને આં ફોન ના 12/256GB ના વેરીએંટ ની કિંમત(price) ને ભારતીય રૂપિયા મા બદલીએ તો એ ₹45,000 થાય છે. આ ફોન ત્રણ કલર ની સાથે આવશે જેમાં કાળો, લીલો અને સફેદ કલર મળશે.

 

આ સમાચાર પણ વાંચોઃ ડો. મહેન્દ્રલાલ સરકાર કોલેરા સહિત વિવિધ રોગો પર સંશોધન કર્યુ, જાણો તેમના તબીબી ક્ષેત્રમાં આપેલા યોગદાન વિશે
 WhatsApp Delete Message: WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? આ ૫ સુરક્ષિત અને સરળ રીતો અજમાવો, કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં !
Cyber Attack: તમે પાસવર્ડ નથી બદલતા? આ કંપનીનો ડેટા લોક થયો અને ૭૦૦ કર્મચારીઓની નોકરી ગઈ.. ચેતી જજો ભાઈ…
How to stop spam calls : સ્પામ કોલ્સથી પરેશાન છો? ફોનમાં આ નાનકડું સેટિંગ કરો, મળશે છુટકારો!
Labubu Dolls :લબુબુ ડોલનો પ્રભાવ, શું ‘રાક્ષસી ઢીંગલી’ તમારું નસીબ બદલી શકે છે? જાણો શું છે તેની પાછળનું સત્ય!
Exit mobile version