Site icon

WhatsApp Status Updates: તમે રાહ જોતા હતા એ થઈ ગયું! હવે વોટ્સએપ સ્ટેટ્સ પર શેર કરી શકશો લાંબા વીડિયો, જલદી રોલઆઉટ થશે આ ફીચર

WhatsApp Status Updates: હાલમાં WhatsAppમાં યુઝર્સને સ્ટેટસ પર 30 સેકન્ડનો વીડિયો પોસ્ટ કરવાની છૂટ છે. હવે WhatsApp એક મિનિટ માટે શેરિંગ સ્ટેટસનું પરીક્ષણ કરી રહ્યું છે.

WhatsApp Status Updates WhatsApp bringing new feature soon, will let users share videos of up to 1 minute as status update

WhatsApp Status Updates WhatsApp bringing new feature soon, will let users share videos of up to 1 minute as status update

News Continuous Bureau | Mumbai

WhatsApp Status Updates: ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે વિશ્વભરમાં વોટ્સઅપ (Whatsapp) નો સૌથી વધુ ઉપયોગ થાય છે. કંપની તેના લાખો યુઝર્સ માટે સમયાંતરે નવી સુવિધાઓ અને અપડેટ્સ (Updates) લાવતી રહે છે.  દરમિયાન અહેવાલ છે કે  વોટ્સઅપ એક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. મહત્વનું છે કે  સ્ક્રીનશોટ બ્લોકથી લઈને અવતાર ફીચર સુધી… WhatsApp તાજેતરમાં ઘણા નવા ફીચર્સ લાવ્યા છે. આ સીરીઝમાં કંપની સ્ટેટસ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી પાવરફુલ ફીચર લાવી છે. આ નવા ફીચરમાં યુઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશે.

Join Our WhatsApp Community

 સ્ટેટસની સમય મર્યાદા વધારી દેવામાં આવી

અત્યાર સુધી વોટ્સએપ પર સ્ટેટસ પર માત્ર 30 સેકન્ડનો વીડિયો જ પોસ્ટ કરી શકાતો હતો, પરંતુ આ નવા ફીચરની રજૂઆત બાદ સ્ટેટસની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે.  રિપોર્ટ અનુસાર, તે સ્ટેટસ અપડેટ્સમાં 1 મિનિટ સુધીના વીડિયો શેર કરવાની સુવિધા લાવી રહ્યું છે. આ સુવિધા હાલમાં ફક્ત એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ એપના વર્ઝન નંબર 2.24.7.6માં થઈ શકે છે. WABetaInfoએ આ નવા ફીચરની માહિતી આપી છે. એટલું જ નહીં, WABetaInfoએ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

 ઘણા સમયથી આ ફીચરની માંગ હતી

હાલ કંપની બીટા યુઝર્સ માટે આ નવું ફીચર રોલઆઉટ કરી રહી છે. બીટા યૂઝર્સ આ અપડેટને એન્ડ્રોઇડ 2.24.7.6 માટે WhatsApp બીટામાં ચેક કરી શકે છે. યુઝર્સ લાંબા સમયથી સ્ટેટસમાં લાંબા વીડિયો શેર કરવાના ફીચરની માંગ કરી રહ્યા હતા, જે બાદ તેમની માંગ પૂરી થવા જઈ રહી છે. બીટા પરીક્ષણ પૂર્ણ થયા પછી જ આ સુવિધા વૈશ્વિક વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : અસલી NCP માટેની લડાઈમાં સુપ્રીમ કોર્ટે શરદ પવારને આપી મોટી રાહત; અજિત પાવર અને ચૂંટણી પંચને આપ્યો આ આદેશ..

સ્ટેટસ અપડેટ ફીચર સિવાય વોટ્સએપ અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરમાં તમે WhatsApp પર UPI પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરી શકશો. WABetaInfoના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની આ ફીચર પર બીટા ટેસ્ટિંગ કરી રહી છે, ત્યારબાદ જ આ ફીચરને વૈશ્વિક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

WhatsApp એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ સુવિધા સાથે, તમે ફક્ત ફિંગરપ્રિન્ટ અથવા ફેસ સ્કેન સિવાય એપ્લિકેશન ખોલવા માટે વધુ પદ્ધતિઓ પસંદ કરી શકો છો. અત્યારે માત્ર થોડા જ લોકો આ ફીચર અજમાવી શકે છે, જેઓ WhatsAppના ટેસ્ટ ગ્રુપમાં સામેલ છે. 

 WhatsApp Delete Message: WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? આ ૫ સુરક્ષિત અને સરળ રીતો અજમાવો, કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં !
Cyber Attack: તમે પાસવર્ડ નથી બદલતા? આ કંપનીનો ડેટા લોક થયો અને ૭૦૦ કર્મચારીઓની નોકરી ગઈ.. ચેતી જજો ભાઈ…
How to stop spam calls : સ્પામ કોલ્સથી પરેશાન છો? ફોનમાં આ નાનકડું સેટિંગ કરો, મળશે છુટકારો!
Labubu Dolls :લબુબુ ડોલનો પ્રભાવ, શું ‘રાક્ષસી ઢીંગલી’ તમારું નસીબ બદલી શકે છે? જાણો શું છે તેની પાછળનું સત્ય!
Exit mobile version