Site icon

WhatsApp update:વાદળી, સફેદ, ગુલાબી કે વાયોલેટ… તમે તમારા વોટ્સએપનો ઉપયોગ કયા રંગમાં કરશો? ટૂંક સમયમાં આવી રહ્યું છે આ શાનદાર ફીચર..

WhatsApp update:છેલ્લા કેટલાક મહિનામાં વોટ્સએપે તેના ઈન્ટરફેસ અને થીમમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે તેની નવી ગ્રીન કલર આધારિત થીમ iPhone યુઝર્સને દેખાવા લાગી છે પરંતુ ઘણા યુઝર્સ આ ફેરફારથી નાખુશ છે. જો તમે પણ તેમાંથી એક છો અને વોટ્સએપની થીમ તમારા મનપસંદ રંગ અનુસાર સેટ કરવા માંગો છો, તો સારા સમાચાર આવ્યા છે.

WhatsApp update Transform Your WhatsApp Chats New Theme Customization Feature!

  News Continuous Bureau | Mumbai 

WhatsApp update: મેસેજિંગ એપ વોટ્સએપ અવાર નવાર નવા ફીચર્સ ( New feature ) લાવે છે. જે પ્રથમ બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવે છે અને પછી સામાન્ય લોકો માટે રોલઆઉટ કરવામાં આવે છે. દરમિયાન, હવે વોટ્સએપ પર નવી કલર આધારિત થીમ દેખાવા જઈ રહી છે, જે iPhone યુઝર્સ માટે છે. જો કોઈને આ ફેરફાર પસંદ ન હોય તો તે તેના મનપસંદ રંગ પ્રમાણે વોટ્સએપની થીમ સેટ કરી શકે છે.

Join Our WhatsApp Community

WhatsApp update: અલગ-અલગ કલર થીમ પસંદ કરી શકશો

અત્યાર સુધી આપણે વોટ્સએપ પર માત્ર બે જ કલર થીમ જોતા આવ્યા છીએ, રેગ્યુલર મોડ અથવા ડાર્ક મોડ…પરંતુ હવે તમે તમારી પસંદગી મુજબ અલગ-અલગ કલર થીમ પસંદ કરી શકશો. આ સિવાય યુઝર્સ ચેટ ( Whatsapp chat theme ) બબલનો રંગ પણ બદલી શકશે. હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ WhatsAppના iOS બીટા વર્ઝન પર ચાલી રહ્યું છે. આ ફીચર iOS બીટા વર્ઝન 24.11.10.70માં જોવામાં આવ્યું છે, જે ધીમે ધીમે લોકો માટે રોલઆઉટ કરવામાં આવશે.

WhatsApp update:  કેવી રીતે કરી શકો છો ઉપયોગ?

WABetaInfo અનુસાર, આ ફીચરનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા WhatsApp એકાઉન્ટની સેટિંગ્સમાં જવું પડશે, અહીં તમને ચેટનો વિકલ્પ દેખાશે. જ્યારે તમે અહીં ક્લિક કરશો, ત્યારે યુઝરે થીમ ઓપ્શન ( Whatsapp theme option )  પર ક્લિક કરવાનું રહેશે. આ પછી વોટ્સએપ યુઝરને ડિફોલ્ટ ચેટ થીમ ઓપ્શન દેખાશે. તમે અહીં જે પણ રંગ પસંદ કરશો, તે ડિફોલ્ટ ચેટ થીમ બની જશે.

આ સમાચાર પણ વાંચો:  Whatsapp New Feature: WhatsApp માં આવી રહ્યું છે આ જબરદસ્ત ફીચર, ચેટિંગને બનાવશે વધુ સુરક્ષિત..

WhatsApp update:પાંચ પ્રીસેટ કલર કોમ્બિનેશન મળશે

જ્યારે તમે આ થીમ બદલો છો, ત્યારે તમારી ચેટ બેકગ્રાઉન્ડ અને ચેટ બબલ બંનેનો રંગ બદલાઈ જશે. જાણકારી અનુસાર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ યુઝર્સને પાંચ કલર ઓપ્શન આપી શકે છે. ( Whatsapp new feature ) તેમાં લીલો, વાદળી, સફેદ, ગુલાબી અને વાયોલેટ જેવા રંગોનો સમાવેશ થાય છે. પછીથી તેમાં વધુ રંગો ઉમેરી શકાય છે.

વોટ્સએપનું નવું ફીચર હાલમાં ડેવલપમેન્ટ મોડમાં છે, જેથી તેને એપનો ભાગ ન બનાવવામાં આવે ત્યાં સુધી તેમાં ઘણા ફેરફારો અથવા સુધારાઓ કરી શકાય છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને થોડા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.

 WhatsApp Delete Message: WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? આ ૫ સુરક્ષિત અને સરળ રીતો અજમાવો, કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં !
Cyber Attack: તમે પાસવર્ડ નથી બદલતા? આ કંપનીનો ડેટા લોક થયો અને ૭૦૦ કર્મચારીઓની નોકરી ગઈ.. ચેતી જજો ભાઈ…
How to stop spam calls : સ્પામ કોલ્સથી પરેશાન છો? ફોનમાં આ નાનકડું સેટિંગ કરો, મળશે છુટકારો!
Labubu Dolls :લબુબુ ડોલનો પ્રભાવ, શું ‘રાક્ષસી ઢીંગલી’ તમારું નસીબ બદલી શકે છે? જાણો શું છે તેની પાછળનું સત્ય!
Exit mobile version