Site icon

Weight Loss Yoga:વેટ લોસ અને પેટના સ્નાયુઓ મજબૂત કરવા ઘરે જ કરો આ 5 યોગાસન, થશે અદભુત ફાયદા

Weight Loss Yoga: વજન ઘટાડવા માટે યોગ એ ખૂબ જ અસરકારક પદ્ધતિ છે. તમે દરરોજ કેટલાક યોગાસનો કરીને પણ સ્થૂળતા ઘટાડવાનો પ્રયાસ કરી શકો છો.

5 Yoga Asanas Poses To Help You Weight Lose Fast

5 Yoga Asanas Poses To Help You Weight Lose Fast

News Continuous Bureau | Mumbai

Weight Loss Yoga: યોગ શરીરને આંતરિક અને બાહ્ય રીતે સ્વસ્થ બનાવે છે. ઘણા લોકો આખા શરીરને સ્વસ્થ રાખવા અને ફિટનેસ જાળવવા માટે રોજ યોગા કરે છે. યોગથી વ્યક્તિના શારીરિક, માનસિક, સામાજિક, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ દરેકમાં પરિવર્તન જોવા મળે છે. તેથી અલગ જો તમે સ્થૂળતાથી પરેશાન છો, તો વધારાની ચરબી ઘટાડવા માટે તમે યોગ કરી શકો છો. વજન ઘટાડવા(weight loss)માં ઉપરાંત, યોગ શરીરને રોગોથી મુક્ત રાખવામાં પણ અસરકારક છે. અહીં જાણો વજન ઘટાડવા માટે કયા યોગાસનો(Yoga) કરી શકાય છે.

Join Our WhatsApp Community

ધનુરાસન

‘ધ બો પોઝ’ અથવા ધનુરાસન એ એક એવું યોગ આસન છે જે વજન જ ઓછું કરતું નથી, પણ ખાસ કરીને પેટની ચરબી ઘટાડવામાં અસરકારક છે. આ યોગ કરવાથી હાથ અને પગની ચરબી પણ ઘટે છે. ધનુરાસન કરવા માટે જમીન પર મેટ બિછાવીને સૂઈ જાઓ. આ પછી, તમારા પેટ પર આડા પડી જાવ. તમારા પગના પંજા વચ્ચે કમર જેટલુ અંતર રાખો. અને બંને હાથ શરીરની બાજુમા.તમારા ઘુંટણ વાળો અને પગની ઘૂંટીઓને પકડો
શ્વાસ ભરો અને છાતી ને જમીનથી ઉપર ઊઠાઓ અને પગને ઉપર અને પાછળ ખેંચો. સીધુ જુઓ, તમારા શ્વાસ પર ધ્યાન રાખી યોગાસન મા સ્થિર રહો. તેનાથી તમારું શરીર ધનુષ જેવું લાગશે.

ઉત્કટાસન

ઉત્કટાસનને ચેર પોઝ પણ કહેવામાં આવે છે. તેના નામની જેમ જ આ યોગ આસન કરતી વખતે શરીરને ખુરશીના આકારમાં ઢાળવું પડે છે. આ માટે સીધા ઉભા રહીને હાથને આગળ રાખો અને કમરને વાળો જેથી નિતંબ ઘૂંટણની લાઈનમાં આવે. આ યોગ કરવાથી જાંઘની ચરબી, હાથની ચરબી અને પેટની ચરબી પર અસર થાય છે.

આ સમાચાર પણ વાંચો: Export of rice: હવે ‘આ’ને કારણે આખી દુનિયામાં ચોખા મોંઘા થશે

કોણાસન

કોણાસન વજન ઘટાડવા માટેના સૌથી સરળ યોગની ગણતરીમાં આવે છે. આ યોગ પોઝ કરવા માટે, સીધા ઉભા રહીને, પહેલા જમણો હાથ ઉપર ખેંચો અને પછી ડાબો હાથ. આ આસન કરવાથી કમરની ચરબી ઝડપથી ઓગળે છે અને શરીરનું સંતુલન, લવચીકતા અને પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે.

ભુજંગાસન

ભુજંગાસનને કોબ્રા પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોગાસન કરવા માટે પેટ પર જમીન પર સૂવું. આ પછી, હાથને આગળની તરફ ફેલાવો જેથી હથેળીઓ જમીન સાથે જોડાયેલી રહે. હવે શરીરને આગળથી પાછળ ફેરવીએ. આ પોઝ થોડા સમય માટે રાખવામાં આવે છે. આ યોગ આસન ઝડપથી વજન ઘટાડવા માટે કરી શકાય છે.

ફલકાસન

ફલકાસન આખા શરીરની ચરબી બર્ન કરવામાં મદદરૂપ છે. આ યોગ હાથ-પગ પર ખૂબ અસર કરે છે. આ આસન કરવા માટે ઉત્તાનાસનની સ્થિતિમાં આવો.હવે જમણા અને ડાબા પગને પાછળની તરફ લો.શરીરને બંને હથેળીઓ પર ઉઠાવો અને પગના અંગૂઠા પર સંપૂર્ણ વજન આપો.શરીરને સીધું રાખવાનો પ્રયાસ કરો. હાથ સીધા રાખો, ઘૂંટણને વાળવા ન દો. લગભગ 40 થી 60 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો.પછી ઘૂંટણને વાળીને જમીન પર મૂકો અને થોડો સમય આરામ કરો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Health Test: શું તમે પણ 30 વર્ષ ના થઇ ગયા છો? તો આ હેલ્થ ટેસ્ટ જરૂર કરાવજો, ડોક્ટરોએ આપી સલાહ
Fatty Liver: જો તમને પણ હાથ પર આવા ફેરફાર દેખાય તો ના કરશો તેની અવગણના, હોઈ શકે છે ફેટી લિવરના પ્રારંભિક સંકેત
Health tips : જાણો શા માટે દૂધ ઉભા રહીને પીવુ જોઈએ અને પાણી બેસીને પીવુ જોઈએ
Cancer: માત્ર હેલ્ધી ખોરાક પૂરતો નથી! મહિલાને થયું સ્ટેજ-4 કેન્સર, જાણો શું હતી ભૂલ
Exit mobile version