Site icon

Cancer Risk: સાવધાન થઈ જાઓ! દેશમાં યુવાનો ઝડપથી કેન્સરનો શિકાર બની રહ્યા છે, દર વર્ષે 15 લાખથી વધુ કેસઃ રિપોર્ટનો ખુલાસો..

Cancer Risk: યુવાનો પણ કેન્સરનો શિકાર બની રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે. જો આપણે આંકડાઓ પર ધ્યાન આપીએ તો વર્ષ 2020માં દેશમાં કેન્સરના 13.9 લાખ દર્દીઓ હતા, જેમની સંખ્યા વર્ષ 2025 સુધીમાં 15.7 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે.

Cancer Risk Be careful! Youngsters are fast becoming victims of cancer in the country, more than 15 lakh cases every year report reveals.

Cancer Risk Be careful! Youngsters are fast becoming victims of cancer in the country, more than 15 lakh cases every year report reveals.

  News Continuous Bureau | Mumbai 

Cancer Risk: ડાયાબિટીસ પછી ભારતમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ જીવલેણ રોગનો શિકાર બની રહ્યા છે. એપોલો હોસ્પિટલના ( Apollo Hospitals )  નવા અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં જલ્દી કેન્સર ગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. હેલ્થ ઓફ ધ નેશન નામથી પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના યુવાનોને કેન્સરનું જોખમ વધારે છે.  

Join Our WhatsApp Community

યુવાનો (  young people ) પણ કેન્સરનો શિકાર બની રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે. જો આપણે આંકડાઓ પર ધ્યાન આપીએ તો વર્ષ 2020માં દેશમાં કેન્સરના 13.9 લાખ દર્દીઓ હતા, જેમની સંખ્યા વર્ષ 2025 સુધીમાં 15.7 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. મતલબ કે 5 વર્ષમાં કેન્સરના કેસોમાં ( cancer cases ) 13 ટકાનો વધારો થયો છે.

  ભારતમાં મહિલાઓમાં સ્તન કેન્સર અને પુરુષોમાં ફેફસાનું કેન્સર વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે..

આ અભ્યાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં મહિલાઓમાં સ્તન કેન્સર ( Breast cancer ) અને પુરુષોમાં ફેફસાનું કેન્સર ( Lung cancer )  વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. યુવા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રિપોર્ટ અનુસાર, અમેરિકા અને બ્રિટન સિવાય અન્ય દેશોની સરખામણીએ ભારતમાં યુવાનો ઝડપથી કેન્સરનો શિકાર બની રહ્યા છે. આનું સૌથી મોટું કારણ એ છે કે અન્ય દેશોની સરખામણીએ આ રોગની તપાસ બહુ ઓછી અથવા બહુ મોડે થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Chaitra Navratri 2024: જો તમે નવરાત્રિ વ્રત, ઘટસ્થાપના કરી શકતા નથી, ચિંતા કરશો નહીં, મા દુર્ગાના આર્શીવાદ વરસશે, બસ કરો આ કામ.

ભારતમાં કયા પ્રકારના કેન્સરના કેસ વધુ છે?

1. રિપોર્ટ અનુસાર, મહિલાઓમાં સર્વિક્સ કેન્સર અને અંડાશયના કેન્સરના કેસ ખૂબ વધારે છે.
2. પુરૂષોમાં મોઢાના કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘણું વધારે જોવા મળ્યું છે.
3. આંતરડાનું કેન્સર યુવાનોમાં વધુ જોવા મળી રહ્યું છે. આ કેન્સરના લગભગ 30 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના છે. એવી આશંકા છે કે આગામી 10 વર્ષમાં આ કેન્સરના દર્દીઓની સંખ્યા બમણી થઈ શકે છે.

Sweating and Health: શું તમને પરસેવો નથી વળતો? તો સાવધાન! પરસેવો પાડવો એ શરીર માટે કુદરતી વરદાન છે, જાણો તેની પાછળનું વિજ્ઞાન.
Pomegranate Peel Tea Benefits શું તમે પણ દાડમની છાલ ફેંકી દો છો? આજથી જ ડબ્બામાં ભરી રાખજો! જાણો તેની અદભૂત ચા બનાવવાની રીત અને હેલ્થ બેનિફિટ્સ
Diabetes Control Tips: ડાયાબિટીસના દર્દીઓ માટે રાત્રે આ ૧ મસાલો ચાવવો છે રામબાણ ઈલાજ; બ્લડ શુગર લેવલ કુદરતી રીતે ઘટાડવા અપનાવો આ રીત.
Intermittent Fasting Side Effects: વજન ઘટાડવાની ઘેલછામાં સ્વાસ્થ્ય સાથે ન ચેડો: જાણો કોણે ‘ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ’ ન કરવું જોઈએ, થઈ શકે છે ગંભીર નુકસાન.
Exit mobile version