Site icon

સાવધાન / આ લક્ષણો દેખાય તો સમજી જાવો કે કિડનીમાં બની રહ્યા છે સ્ટોન, જાણો તેનાથી બચવાનો ઉપાયો

કિડનીમાં સ્ટોન ખૂબ જોખમી છે. સવાલ એ ઊભો થાય છે કે કિડની સ્ટોન કેવી રીતે બને છે અને તેનો ઈલાજ કરવાનો સાચો રસ્તો શું છે.

Causes, symptoms and treatment of kidney stones

સાવધાન / આ લક્ષણો દેખાય તો સમજી જાવો કે કિડનીમાં બની રહ્યા છે સ્ટોન, જાણો તેનાથી બચવાનો ઉપાયો

News Continuous Bureau | Mumbai

Kidney Stone : આપણા શરીરમાં લોહી અને પેશાબને ફિલ્ટર કરવાનું કામ કિડની દ્વારા કરવામાં આવે છે. તે શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. કિડનીમાં સ્ટોન ખૂબ જોખમી છે. સવાલ એ ઊભો થાય છે કે કિડની સ્ટોન કેવી રીતે બને છે અને તેનો ઈલાજ કરવાનો સાચો રસ્તો શું છે. કિડનીમાં સ્ટોન જમા હોવાને કારણે તે ખૂબ જ દુખે છે. ક્રિસ્ટલ ટાઈપ હોવાના કારણે તે ડેલી એક્ટિવિટીઝને પણ અસર કરી શકે છે. આવો જાણીએ કિડની સ્ટોનનું કારણ અને તેનાથી બચવાના ઉપાયો.

Join Our WhatsApp Community

કિડની સ્ટોન થવા પાછળનું કારણ

ખરાબ લાઈફસ્ટાઈલ અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે કિડની સ્ટોન્સ નું જોખમ વધી ગયું છે. કિડની સ્ટોન વિશે વાત કરીએ તો સીએ ઓક્સાલેટ (Ca oxalate), સીએ ફોસ્ફેટ (Ca phosphate), યુરિક એસિડ (uric acid) અને સ્ટ્રુવાઇટ (struvite) સૌથી સામાન્ય સ્ટોન છે. ખરાબ લાઈફસ્ટાઈલ જેમ કે ઓછું પાણી પીવાથી સ્ટોન થઈ શકે છે. તેની સાથે અન્ય ઘણા કારણો પણ તેના માટે જવાબદાર છે જેમ કે-

માંસનું વધુ પડતુ સેવન

માંસનું વધુ પડતું સેવન પણ કિડની સ્ટોનનું કારણ છે. વધુ પ્રમાણમાં પ્રાણી પ્રોટીન સીએ (Ca) થી ભરપૂર અને યુરિક એસિડ ક્રિસ્ટલ માટે જોખમી હોઈ શકે છે. હાઈ સોડિયમનું સેવન અને અમુક ગટ ડિસઓર્ડર ધરાવતા દર્દીઓને ઓક્સાલેટ બનવાનું જોખમ હોઈ શકે છે. સ્થૂળતા, વજન ઘટાડવાની સર્જરી અથવા વધુ ખાંડ-મીઠાના સેવનથી અથવા વધુ પ્રમાણમાં ફ્રુક્ટોઝ લેવાથી કિડની સ્ટોનનું જોખમ વધી જાય છે.

આ સમાચાર પણ વાંચો:  તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે પિરામિડ, જાણો તેને રાખવાની સાચી દિશા

કિડની સ્ટોનના જોખમને ઘટાડવાના ઉપાય

જો તમે કિડનીમાં પથરીના જોખમથી બચવા માંગતા હોવ અથવા આ જોખમથી બચવા માંગતા હોવ તો તમારે તમારી ડાઈટ યોગ્ય રાખવી પડશે. તેની સાથે જ ફિઝિકલ એક્ટિવિટીઝ પણ આ સમસ્યાથી કિડનીને બચાવીને રાખે છે. આમ કરવાથી સોડિયમ ખાવાથી શરીર ઝડપથી ડિહાઇડ્રેટ થતું નથી અને કીડની સ્ટોનનું જોખમ નહિવત રહે છે. તેથી, તમારી ડાઈટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને તમે કિડનીને પથરીથી સુરક્ષિત રાખી શકો છો.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Morning Walk vs Post-Dinner Walk: સવારે ચાલવું કે રાત્રે જમ્યા પછી નું ચાલવું જાણો બે માંથી કયું વધારે છે ફાયદેમંદ
Neem Leaf Water: રોજ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર લીમડા ના પાનનું પાણી, લિવર થશે નેચરલી ડિટોક્સ, જાણો તેને બનાવવા અને પીવાની રીત
Vitamin B12 Deficiency: હાર્ટ એટેક જ નહીં, વિટામિન B12ની ઉણપમાં પણ દેખાય છે આ લક્ષણ
Cat Scratch Disease: બિલાડીના લાડ–પ્યારથી થઈ શકે છે કેટ સ્ક્રેચ ડિસીઝ, જાણો તેનાથી બચવાના ઉપાયો
Exit mobile version