Site icon

Covid – 19, China News : કોરોના થી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચીનમાં લિંબુની ડિમાન્ડ વધી.

ગત એક સપ્તાહથી ચીનમાં લીંબુની ડિમાન્ડ વધી ગઇ છે. હાલ ચીનમાં ખેડૂતો 14 કલાક કામ કરી રહ્યા છે અને લીંબુ ની કિંમત બમણી છે.

Demand of Lemon increases in China

Covid - 19, China News : કોરોના થી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચીનમાં લિંબુની ડિમાન્ડ વધી.

News Continuous Bureau | Mumbai

ચીનમાં ( China )  લીંબુની ( Lemon ) ખેતી કરનાર ખેડૂતો નો વેપાર બમણો ( increases ) થઇ ગયો છે. કોરોના કેસ વધવાને કારણે રોગપ્રતિકારક શક્તિ મેળવવા લોકો હવે લીંબુનું સેવન કરી રહ્યા છે. એક અખબારી એજન્સીને ઈન્ટરવ્યૂ આપતા સમયે લીંબુની ખેતી કરનાર ખેડૂતે જણાવ્યું હતું કે લોકો હવે કુદરતી ઉપાયો તરફ વળ્યા છે. ગત એક સપ્તાહમાં લીંબુની ડિમાન્ડ ( Demand ) સતત વધી રહી છે. ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત સિચુઆન ખાતે આખા દેશમાં પેદા થતાં લીંબુમાંથી 70% લીંબુ ઉગાડવામાં આવે છે. આથી બધા વેપારીઓએ લીંબુ ખરીદવા માટે આ પ્રાંતમાં દોટ મૂકી છે.

Join Our WhatsApp Community

એક સપ્તાહ અગાઉ દૈનિક ધોરણે છ કે સાત ટન જેટલા લીંબુ વેચાઈ રહ્યા હતા. તાજેતરમાં તેનું વેચાણ પ્રતિદિન ૨૦ થી ૩૦ ટન જેટલું થઇ ગયું છે. હવે ખેડૂતો લીંબુની માંગ વધવાને કારણે વેપારીઓની ચેનલને બાયપાસ કરીને લીંબુ વેચવા માટે શહેર પહોંચી રહ્યા છે અને વધુ નફો મેળવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Covid – 19, Corona News : કોવિડ-19નો પ્રકોપ વધ્યો, ભારતે ઉઠાવ્યું આ મોટું પગલું

વેનના લીંબુની માંગમાં વધારો બેઇજિંગ અને શાંઘાઈ જેવા શહેરોમાંથી આવી રહ્યો છે, જ્યાં લોકો રોગચાળા સામેની તાજેતરની લડાઈમાં તેમની પ્રતિરક્ષા વધારવા માટે વિટામિન સીથી સમૃદ્ધ ખોરાક ખરીદવા માટે દોડી રહ્યા છે.

Vitamin D Deficiency India: આકરો તડકો હોવા છતાં ભારતીયોમાં કેમ થાય છે વિટામિન-ડીની ઉણપ? જાણો આ 3 સામાન્ય ભૂલો
Post-Diwali Immunity Tips: દિવાળી પછી હવામાનમાં અચાનક ફેરફારથી ઇમ્યુનિટી નબળી પડી શકે છે, રાખો આ બાબતોનું ખાસ ધ્યાન
COVID Sperm RNA Changes: કોરોના વાયરસથી બદલાઈ ગયા પુરુષ ના સ્પર્મ, સ્ટડી માં સંતાન ને લઈને થયો ચોંકાવનારો ખુલાસો
Cracking Fingers: શું આંગળીઓ ના ટચાકા ફોડવા થી થાય છે ગઠિયા? ડૉક્ટરોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Exit mobile version