Site icon

Sunflower Seeds: તમે પણ તમારા નાસ્તા માં સામેલ કરો એક મુઠ્ઠી સૂર્યમુખી બીજ, મળશે એવા ફાયદા કે આ આદત છોડવી નહીં ગમે!

Sunflower Seeds: સૂર્યમુખી બીજ માત્ર નાસ્તો નથી, પણ એ છે પોષણ અને તંદુરસ્તીનો ખજાનો

Eat a Handful of Sunflower Seeds Daily and See These Amazing Health Benefits

Eat a Handful of Sunflower Seeds Daily and See These Amazing Health Benefits

News Continuous Bureau | Mumbai

Sunflower Seeds: ફિટ અને હેલ્ધી રહેવા માટે આપણે અનેક વસ્તુઓ ખાઈએ છીએ, પણ ઘણીવાર એવી નાની વસ્તુઓને અવગણીએ છીએ જે ખરેખર ખૂબ ફાયદાકારક હોય છે. એવી જ એક વસ્તુ છે – સૂર્યમુખી બીજ. આ નાના બીજોમાં છુપાયેલું છે પોષણ અને આરોગ્યના અનેક લાભોનું રહસ્ય.

Join Our WhatsApp Community

હ્રદય અને વાળ માટે લાભ દાયક

સૂર્યમુખી બીજમાં વિટામિન E અને હેલ્ધી ફેટ્સ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ  ઘટાડે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે. આથી હ્રદય વધુ મજબૂત બને છે અને હાર્ટ એટેકનો ખતરો ઘટે છે. આ બીજમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ ત્વચાને યુવાન અને ચમકદાર રાખે છે. વાળની જડોને મજબૂતી આપે છે અને વાળને ઘણા અને ચમકદાર બનાવે છે.

તણાવ અને ચિંતા દૂર કરે

આ બીજોમાં રહેલું મેગ્નેશિયમ તણાવ ઘટાડે છે અને મગજને શાંત રાખે છે. નિયમિત સેવનથી મૂડ સુધરે છે અને ઊંઘ સારી આવે છે.સૂર્યમુખી બીજમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે, જે હાડકાં અને મસલ્સને મજબૂત બનાવે છે.સૂર્યમુખી બીજમાં રહેલા વિટામિન B અને મિનરલ્સ શરીરને ઊર્જા આપે છે. ખાસ કરીને બપોરે થતો થાક દૂર કરવા માટે આ એક નેચરલ એનર્જી બૂસ્ટર છે.

આ સમાચાર પણ વાંચો : Morning Walk vs Post-Dinner Walk: સવારે ચાલવું કે રાત્રે જમ્યા પછી નું ચાલવું જાણો બે માંથી કયું વધારે છે ફાયદેમંદ

ડાયટમાં કેવી રીતે સામેલ કરશો?

સલાડમાં: ક્રંચ માટે ટોપિંગ તરીકે વાપરો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Vitamin D Deficiency India: આકરો તડકો હોવા છતાં ભારતીયોમાં કેમ થાય છે વિટામિન-ડીની ઉણપ? જાણો આ 3 સામાન્ય ભૂલો
Post-Diwali Immunity Tips: દિવાળી પછી હવામાનમાં અચાનક ફેરફારથી ઇમ્યુનિટી નબળી પડી શકે છે, રાખો આ બાબતોનું ખાસ ધ્યાન
COVID Sperm RNA Changes: કોરોના વાયરસથી બદલાઈ ગયા પુરુષ ના સ્પર્મ, સ્ટડી માં સંતાન ને લઈને થયો ચોંકાવનારો ખુલાસો
Cracking Fingers: શું આંગળીઓ ના ટચાકા ફોડવા થી થાય છે ગઠિયા? ડૉક્ટરોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Exit mobile version