Site icon

આબોહવા, કામના આધાર અને ભોજનના વિકલ્પોને ધ્યાનમાં રાખી ડાયટ નક્કી થાય છે, દરેક ઉંમરે ભોજનની થાળી બદલાય છે

અંદાજ મુજબ સરેરાશ વ્યક્તિ પોતાના જીવનમાં 35 ટન એટલે કે લગભગ સાડા ત્રણ ટ્રક ભરીને ભોજન લે છે. ડાયેટિશિયન પ્રિયા ટિયુ જણાવે છે કે આપણી થાળીમાં પ્રોટીન, અનાજ, ફળો અને શાકભાજીની સાથે ફાઈબર અને ડેરી પ્રોડક્ટ્સની પણ જરૂર હોય છે.

Food habits changes at every age

આબોહવા, કામના આધાર અને ભોજનના વિકલ્પોને ધ્યાનમાં રાખી ડાયટ નક્કી થાય છે, દરેક ઉંમરે ભોજનની થાળી બદલાય છે

બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આપણી થાળી એકસમાન રહેતી નથી. દરેક વયે ભોજનના વિકલ્પો, હવામાન અને આપણા કામના આધારે થાળીમાં ભોજન અને તેનું પ્રમાણ નક્કી થાય છે. અંદાજ મુજબ સરેરાશ વ્યક્તિ પોતાના જીવનમાં 35 ટન એટલે કે લગભગ સાડા ત્રણ ટ્રક ભરીને ભોજન લે છે. ડાયેટિશિયન પ્રિયા ટિયુ જણાવે છે કે આપણી થાળીમાં પ્રોટીન, અનાજ, ફળો અને શાકભાજીની સાથે ફાઈબર અને ડેરી પ્રોડક્ટ્સની પણ જરૂર હોય છે. 

Join Our WhatsApp Community

ડાયેટિશિયન રક્સટન ઉંમર મુજબ7 ભાગમાં ભોજન વહેંચે છે, દરેક માટે જુદી જરૂરિયાત 

1-6વર્ષ આ વયે વિટામિન એ,સી અને ઓમેગા-૩ની જરૂર વધારે હોય છે. વિટામિન-એ ગાજર, શક્કરિયા, લીલાં શાકભાજીમાંથી મળે છે. વિટામિન-સી બ્રોકલી, મરચા અને દરેક ખાટી વસ્તુમાં મળે છે. 

20-29 વર્ષઃ વિટામિન-ડી, કેલ્શિયમ અને મેગ્નેશિયમની જરૂર વધારે હોય છે. લીલાં શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ અને કાજુ ખાઓ. તેનાથી ઓસ્ટિયોપોરોસિસ જેવી હાડકાંની બીમારીની આશંકા ઘટે છે.

આ સમાચાર પણ વાંચો:  Mumbai Metro : ઇન્તેઝાર ની ઘડી ખતમ થઈ. મુંબઈને લગભગ 9 વર્ષ પછી આ તારીખે બે નવી મેટ્રો લાઈનો મળશે

7-11 વર્ષઃ વિટામિન-એ, ડી, ઝિંક અને ઓમેગા-૩ની જરૂર વધારે હોય છે. સીફૂડ અને માંસમાં ઝિંક વધુ હોય છે. ઝિંક માટે ઈંડાં, બદામ ખાવાનું રાખો. ઓમેગા-3 માટે સીફૂડ, માછલી. ગળ્યા અને ચરબીયુક્ત ભોજનથી દૂર રહેવું. 

30થી 39 વર્ષઃ આ વયે પોટેશિયમ, ઓમેગા-3 અને વિટામિન-બી 5ની જરૂરી છે. લીલાં શાકભાજી, અનાજ, શક્કરિયા અને સલાડ વધુ ખાવા જોઈએ. ટિયુ કહે છે કે થાળીના ત્રીજા ભાગમાં અનાજ હોવું જોઈએ. 

12-19 વર્ષઃ આ ઉંમર શારીરિક વિકાસની હોય છે. આ વર્ષ વિટામિન-બી અને આયર્નની જરૂર વધુ હોય છે. છોકરાઓએ હાડકાંના વિકાસ માટે કેલ્શિયમ અને પિરિયડ્સ દરમિયાન છોકરીઓને આયર્નની સૌથી વધુ જરૂર હોય છે. 

40-59 વર્ષઃ મેટાબોલિઝમ નબળું પડે છે. વજન વધવા લાગે છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન- ડી, બીની જરૂર હોય છે. ઘઉં, રાગી, જુવાર, બાજરી જેવા અનાજની રોટલીઓ તથા શાકભાજી, ચણા અને ચિકન લેવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો:  ‘આઝાદીની લડાઈમાં તમારા જૂથના એક કૂતરાએ પણ જીવ આપ્યો નથી’, ભાજપ પર ખડગેએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Arthritis Treatment: હવે ઘૂંટણની સર્જરીની જરૂર નહીં પડે! વૈજ્ઞાનિકોએ શોધી કાઢી એવી દવા જે કુદરતી રીતે ફરી ઉગાડશે ઘૂંટણની ગાદી
Early Stroke Symptoms: સાવધાન! જો સવારે ઉઠતાની સાથે જ શરીરમાં અનુભવાય આ ફેરફાર, તો તે બ્રેઈન સ્ટ્રોકની ચેતવણી હોઈ શકે છે; તરત કરો ડૉક્ટરનો સંપર્ક.
Cervical Cancer: સાવધાન! ભારતમાં દર 7 મિનિટે એક મહિલાનું સર્વાઇકલ કેન્સરથી મોત, જાણો કયા લક્ષણો દેખાય તો તરત તપાસ કરાવવી
Dry Fruits for Fatty Liver: ફેટી લિવર માટે વરદાન છે આ ડ્રાય ફ્રૂટ્સ, લિવરમાં જમા થયેલી ચરબી ઘટાડવામાં કરશે મદદ
Exit mobile version