News Continuous Bureau | Mumbai
Milkshake: તમે વિચારતા હશો કે ક્યારેક ક્યારેક મિલ્કશેક પીવાથી શું નુકસાન થઈ શકે? પરંતુ નવા રિસર્ચ મુજબ, એક જ વખતનું હાઈ-ફેટ ભોજન પણ તમારા મગજના બ્લડ ફ્લો પર તાત્કાલિક અસર કરી શકે છે. એક સ્ટડી મુજબ, હાઈ-ફેટ ફૂડ જેવી કે મિલ્કશેક અથવા તળેલો ખોરાક તમારા મગજ સુધીના રક્ત પ્રવાહને ઘટાડે છે, જેનાથી સ્ટ્રોક અને ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીઓનો ખતરો વધી શકે છે.
રિસર્ચ માં થયો ખુલાસો
સ્ટડીમાં 18થી 80 વર્ષની વયના પુરુષોને બે જૂથમાં વહેંચી તેમને હાઈ-ફેટ મિલ્કશેક પીવડાવવામાં આવ્યો. આ ડ્રિંકમાં લગભગ 1362 કેલોરી અને 130 ગ્રામ ફેટ હતું. પરિણામે, તેમના મગજ સુધીના બ્લડ ફ્લો અને હાર્ટ બ્લડ વેસલ્સની કાર્યક્ષમતા ઘટી ગઈ. વૃદ્ધોમાં આ અસર 10% વધુ જોવા મળી, જે દર્શાવે છે કે ઉંમર વધે તેમ મગજ વધુ સંવેદનશીલ બને છે.
સેચ્યુરેટેડ ફેટ અને મગજનું આરોગ્ય
સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર ખોરાક માત્ર હૃદય માટે નહીં પણ મગજ માટે પણ જોખમભર્યું છે. ખાસ કરીને વૃદ્ધો માટે, જેમના મગજ પહેલેથી જ ન્યુરોડિજનરેટિવ બીમારીઓના જોખમમાં હોય છે, તેમને આવા ખોરાકથી દૂર રહેવું વધુ જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : Digital Detox: જાણો શું છે ડિજિટલ ડિટોક્સ અને તે કેવી રીતે કરે છે આત્મહત્યાના વિચારો દૂર કરવામાં મદદ
શું કરવું જોઈએ?
- હાઈ-ફેટ ફૂડનું સેવન મર્યાદિત કરો
- ડાયટમાં અનસેચ્યુરેટેડ ફેટ (Unsaturated Fat) ઉમેરો
- નિયમિત વ્યાયામ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો
- મગજના આરોગ્ય માટે ઓમેગા-3 ફેટી એસિડ્સ (Omega-3 Fatty Acids) યુક્ત ખોરાક લો
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)