Site icon

વૈજ્ઞાનિકો ની નવી શોધ, હવે મેલેરિયા લાઇટ બીમ દ્વારા શોધી શકાશે. બ્લડ ટેસ્ટ ની જરૂર નથી.

ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ એક ઝડપી, સોય-મુક્ત મેલેરિયા શોધ સાધન વિકસાવ્યું છે. જે હજારો લોકોના જીવન બચાવવામાં મદદ કરી શકે છે. સંશોધન ટીમના જણાવ્યા અનુસાર આ ટેક્નોલોજી વૈશ્વિક સ્તરે મેલેરિયા સામે લડવા માંક્રાંતિ લાવશે.

Mumbai Malaria: Mumbai accounts for 40% of 4.5k+ malaria cases in state

Mumbai Malaria: Mumbai accounts for 40% of 4.5k+ malaria cases in state

News Continuous Bureau | Mumbai

મેલેરિયા ( disease ) સામાન્ય રીતે રક્ત પરીક્ષણ દ્વારા શોધી કાઢવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ ( Researchers  ) એક ઉપકરણનો ઉપયોગ કરીને એક પદ્ધતિ ઘડી છે જે વ્યક્તિના કાન અથવા આંગળી પર પાંચ-થી-10 સેકન્ડ માટે મુકવામાં આવશે. જેથી એ વાતની ખબર પડી જશે કે જે તે વ્યક્તિને મેલેરિયા ( malaria ) છે કે કેમ. આ બિનહાનિકારક ઇન્ફ્રારેડ પ્રકાશના કિરણ ઇન્ફ્રારેડ હસ્તાક્ષર એકત્રિત કરશે જેને કમ્પ્યુટર અલ્ગોરિધમ ના માધ્યમ થી સમજી શકાશે.

Join Our WhatsApp Community

આ ઉપકરણ નું પ્રોડક્શન વૈશ્વિક સ્તરે થયા પછી આખેઆખા ગામનું અથવા બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોનું એક સાથે મેલેરીયા ચેકઅપ થઈ શકશે. સૌથી મોટી વાત એ છે કે આ ઉપકરણ મોબાઇલ ફોનથી સંચાલિત છે અને ટેસ્ટ કર્યાના જૂજ સેકન્ડોમાં ખબર પડી જશે કે તે વ્યક્તિને મેલેરિયા છે કે કેમ.

આ સમાચાર પણ વાંચો:  Inflation News : નવેમ્બરમાં ભારતનો છૂટક ફુગાવો ઘટીને 5.88 ટકા થયો.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ વર્ષ 2020માં અઢી કરોડ લોકોને મેલેરીયા રોગ થયો હતો જેમાંથી છ કરોડ લોકોના મૃત્યુ થયા હતા. ચોંકાવનારી વાત એ છે કે મૃત્યુ પામનાર 90% લોકો આફ્રિકાના અને તેમાં પણ નાના બાળકો છે.

આવનાર દિવસમાં આ ટેકનોલોજીને કારણે બીજા અનેક રોગો પણ શોધી શકાશે તેવી દિશા ખુલી છે. જોકે આ ટેકનોલોજી સામાન્ય માણસ સુધી પહોંચતા હજુ ઘણો સમય લાગી શકે તેમ છે.

Fennel Cumin Water Weight Loss: ચરબી ઓગાળવાનો રામબાણ ઈલાજ: વરિયાળી અને જીરુંનું પાણી વધતા વજન પર લગાવશે લગામ; જાણો કયા સમયે પીવાથી થશે સૌથી વધુ ફાયદો
Stress: શું તમે પણ સતત તણાવમાં રહો છો? સાવધાન! આ સાયલન્ટ કિલર શરીરને અંદરથી કરી નાખશે પોલું; જાણો બચવાના રામબાણ ઉપાયો
Cinnamon Health Benefits for Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ ટિપ: ફળ ખાતા પહેલા કરો આ એક કામ, બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે અને સ્વાદ પણ વધશે
Tragic Suicide in Kalyan: કલ્યાણમાં બેંક કર્મચારીનો આત્મઘાતી અકાળ: ‘રેબીઝ’ થઈ જશે તેવા ભય અને માનસિક તણાવમાં યુવાને ટૂંકાવ્યું જીવન.
Exit mobile version