Site icon

Shortness of Breath: શું તમને પણ ચાલતી વખતે શ્વાસ ફૂલે છે? આ કારણો હોઈ શકે છે જવાબદાર

Shortness of Breath: શારીરિક ફિટનેસ ની ઉણપથી લઈને ફેફસાંની બીમારી સુધી, શ્વાસ ફૂલવાની સમસ્યા પાછળ છુપાયેલી હોય શકે છે ગંભીર હકીકત

Shortness of Breath While Walking These Hidden Health Issues Could Be the Reason

Shortness of Breath While Walking These Hidden Health Issues Could Be the Reason

News Continuous Bureau | Mumbai 

Shortness of Breath: ઘણા લોકો ધીમા પગલે ચાલે છે છતાં પણ શ્વાસ ફૂલે છે. આ સમસ્યા માત્ર વૃદ્ધો સુધી સીમિત નથી રહી, આજે યુવાનોમાં પણ આ સમસ્યા સામાન્ય બની ગઈ છે. એક ડોક્ટર જણાવે છે કે, જો ચાલતી વખતે વારંવાર શ્વાસ ફૂલે છે, તો એ કોઈ મોટી આરોગ્ય સમસ્યાનું સંકેત હોઈ શકે છે.

Join Our WhatsApp Community

શારીરિક ફિટનેસ

નિયમિત વ્યાયામ ન કરવાથી હૃદય અને ફેફસાંની ક્ષમતા ઘટી જાય છે. જ્યારે શરીરને વધુ ઓક્સિજનની જરૂર પડે છે ત્યારે એ પૂરી ન થઈ શકે, જેના કારણે શ્વાસ ફૂલવાની સમસ્યા થાય છે. નિયમિત જોગિંગ, સ્વિમિંગ અને વોકિંગથી ફિટનેસ સુધારી શકાય છે.

વજન વધારે હોવું

મોટાપા (Obesity) હૃદય પર વધુ દબાણ ઊભું કરે છે અને પેટની ચરબી ફેફસાં પર દબાણ કરે છે. પરિણામે, થોડું ચાલતાં જ શ્વાસ ફૂલે છે. વજન નિયંત્રણ અને હેલ્ધી ડાયટથી આ સમસ્યા દૂર કરી શકાય છે.

 ફેફસાંની બીમારી 

અસ્થમા (Asthma), COPD અને ILD જેવી બીમારીઓ ફેફસાંની કાર્યક્ષમતા ઘટાડે છે. જો શ્વાસ ફૂલવાની સાથે ખાંસી,અથવા છાતીમાં જકડણ હોય, તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

એનીમિયા

એનીમિયા (Anemia) એ સ્થિતિ છે જેમાં શરીરમાં હિમોગ્લોબિન ની ઉણપ હોય છે. ઓક્સિજન નો પૂરતો સપ્લાય ન થવાથી હૃદય અને ફેફસાં વધુ મહેનત કરે છે, જેના કારણે શ્વાસ ફૂલે છે.

આ સમાચાર પણ વાંચો :  Sleeping on Stomach Side Effects: ઊંધા સુઈ જવાની આદતથી થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ, જાણો તેના વિશે

મેન્ટલ સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ

લાંબા સમય સુધી બેસીને કામ કરવું, ઊંઘની ઉણપ, ધૂમ્રપાન અને તણાવ પણ હૃદય અને શ્વાસની સમસ્યાઓ ઊભી કરી શકે છે. જીવનશૈલીમાં સંતુલન લાવવું ખૂબ જરૂરી છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Intermittent Fasting Side Effects: વજન ઘટાડવાની ઘેલછામાં સ્વાસ્થ્ય સાથે ન ચેડો: જાણો કોણે ‘ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ’ ન કરવું જોઈએ, થઈ શકે છે ગંભીર નુકસાન.
Arthritis Treatment: હવે ઘૂંટણની સર્જરીની જરૂર નહીં પડે! વૈજ્ઞાનિકોએ શોધી કાઢી એવી દવા જે કુદરતી રીતે ફરી ઉગાડશે ઘૂંટણની ગાદી
Early Stroke Symptoms: સાવધાન! જો સવારે ઉઠતાની સાથે જ શરીરમાં અનુભવાય આ ફેરફાર, તો તે બ્રેઈન સ્ટ્રોકની ચેતવણી હોઈ શકે છે; તરત કરો ડૉક્ટરનો સંપર્ક.
Cervical Cancer: સાવધાન! ભારતમાં દર 7 મિનિટે એક મહિલાનું સર્વાઇકલ કેન્સરથી મોત, જાણો કયા લક્ષણો દેખાય તો તરત તપાસ કરાવવી
Exit mobile version