‘હેલ્થ ઇઝ ઈમ્પોર્ટન્ટ‘… જો તમે ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ જેવી બીમારીઓથી બચવા માંગતા હોવ તો સૌથી પહેલા કરો આ કામ…
સમય કાઢી કસરત,વૉકિંગ, કે પછી આઉટડોર ગેમ્સ રમો સાથે મિત્રો સાથે ગમ્મતમાં હસો ગમગીન માહોલ ટાળો ને એવી વાતો થી દૂર રહી હકારાત્મક અભિગમ અપનાવો મગજ ને નવીન વિચારો આપી પોતાના મગજ ને સારી બાબતોમાં કાર્યરત રાખો.
‘હેલ્થ ઇઝ ઈમ્પોર્ટન્ટ ‘ આજના સમયમાં અસંતુલિત આહારના કારણે સ્થૂળતાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. જો તમે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ જેવી ખતરનાક બીમારીઓથી બચવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારા આહારમાંથી તૈલી, મસાલેદાર અને જંક ફૂડને સંપૂર્ણપણે બાકાત રાખો. ખાંડ અને મીઠાની માત્રા પણ ઓછી કરો. સાદો ખોરાક લો, જે માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ સ્વસ્થ રાખે છે, અને સૌથી મહત્ત્વની બાબતોમાંની એક એ છે કે ખાવાનો સમય નક્કી કરો. સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા શું ખાવું જોઈએ? ખાલી પેટમાં ખાવા માટે શ્રેષ્ઠ ખોરાક નક્કી કરો. સૂકા મેવાનું સેવન સવારે ખાલી પેટે કરવું ખૂબ જ ફાયદાકારક છે.અમુક ફળોના જ્યુસ લઈ શકાય. દૂધ પી શકાય જો દૂધમાં ચપટી હળદર મિક્સ કરી હુંફાળું ગરમ કરી પીવામાં આવે તો શિયાળામાં લાભદાયી નીવડશે, તજનું સેવન કરો. આખા દિવસમાં ઓછામાં ઓછું ૬ થી ૮ ગ્લાસ પાણી પીવો. હૂંફાળું પાણી પીવું વધુ ફાયદાકારક છે.
આનાથી પાચન બરાબર રહે છે, સાથે જ મેદસ્વીપણાને પણ નિયંત્રિત કરી શકાય છે.ચરબી ઓછી થશે ને કબજિયાત નહિ રહે. ફળો અને શાકભાજી ખાઓ,જંક ફૂડ માં મેંદાને બદલે મલ્ટી ગ્રેઈન નો ઉપયોગ કરો અનાજ ખાઓ, પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ ન ખાઓ,ઓછી સોડિયમ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ટાળો, લાંબા સમય સુધી બેસો નહી, રાત્રે વધારે ખોરાક ન ખાવો,ખોરાક સારી રીતે ખાઓ દરરોજ વ્યાયામ કરો. શરીર અને મનને સ્વસ્થ રાખવામાં ઊંઘની બહુ મોટી ભૂમિકા હોય છે. 6-8 કલાકની ઊંઘ લો તમારો દિવસ તાજગી ભરેલ ને ઉર્જાવાન રહેશે. કોઈ કામ પર ધ્યાન આપી શકો. યાદશક્તિ બરાબર રહે છે અને પાચનક્રિયા પણ બરાબર રહે છે. તેથી સારી ઊંઘ માટે સુવાના સમય દરમિયાન મોબાઈલ, ટીવી વગેરેનો ઉપયોગ ન કરવો તે વધુ સારું છે. જો સમય કાઢી કસરત (Exercise), વૉકિંગ (Walking) , કે પછી આઉટડોર ગેમ્સ રમો સાથે મિત્રો સાથે ગમ્મતમાં હસો ગમગીન માહોલ ટાળો ને એવી વાતો થી દૂર રહી હકારાત્મક અભિગમ અપનાવો મગજ ને નવીન વિચારો આપી પોતાના મગજ ને સારી બાબતોમાં કાર્યરત રાખો.