News Continuous Bureau | Mumbai
શરીરની આંતરિક ઘડિયાળને નિયંત્રિત કરીને અનિદ્રાની સમસ્યા પર કાબૂ મેળવીને ગાઢ નિદ્રાનો આનંદ માણી શકાય છે. આંતરિક ઘડિયાળ પર નિયંત્રણ મુખ્યત્વે પ્રકાશ સાથે જોડાયેલું છે. શરીરને જરૂરિયાત અનુસાર પ્રકાશની માત્રા પૂરી પાડીને તેમજ તેને રોકીને આંતરિક ઘડિયાળને નિયંત્રિત કરી શકાય છે.
5 વર્ષથી અનિદ્રાની સમસ્યાથી પીડિત શૈલી હાવર્ડ અનુસાર તેમણે આ જ રીતે અનિદ્રાની સમસ્યા દૂર કરી. તેમના અનુસાર આપણી આંતરિક ઘડિયાળ પ્રકાશના આપણા એક્સપોઝરથી નિયંત્રિત થાય છે. ખાસ કરીને સવારનો સફેદ પ્રકાશ જે સવારે સાત વાગ્યાથી દિવસના 11 વાગ્યા સુધી વિપુલ પ્રમાણમાં હોય છે. શિયાળામાં તે ઓછા પ્રમાણમાં હોય છે તો ઊંઘ પણ ઓછી આવે છે તેમજ શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહે છે. સૈલીએ સતત 5 શિયાળા દરમિયાન પ્રકાશને અટકાવતા ચશ્માં તેમજ સવારે પ્રકાશ માટે લેમ્પ ચાલુ કરીને પ્રકાશને નિયંત્રિત કરીને પોતાની અનિદ્રાની સમસ્યા દૂર કરી છે. શિયાળાની સવારમાં તે પ્રકાશ માટે 1000 લક્સ લેમ્પ ચાલુ કરે છે. સાંજે તે મધ્યમ પ્રકાશનો પણ સહારો લે છે. કોઇ પણ ડિવાઇઝનો નાઇટ મોડમાં ઉપયોગ કરે છે. ટીવી જોવા માટે પણ વધુ પ્રકાશને રોકે તેવા ચશ્માનો વપરાશ કરે છે. સ્ટેનફોર્ડના ન્યૂરોસાયન્ટિસ્ટ ડૉ. એન્ડ્રયુ હબર્મન પણ ગાઢ નિદ્રા માટે વૈજ્ઞાનિક રીતે વિકસિત ટૂલકિટની મદદ લેવાની સલાહ આપે છે. વધુ પ્રકાશ એડ્રિનલ ગ્લેન્ડ્સને કોર્ટિસોલ હોર્મોન પેદા કરવા માટે પ્રેરિત કરે છે જે શરીરને જાગૃત કરે છે.
આ સમાચાર પણ વાંચો: ભારતમાં નવી રેન્જ રોવર સ્પોર્ટની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને ફિચર્સ
રાત્રે અંધારું પીનીયલ ગ્લેન્ડને મેલાટોનિન હોર્મોન પેદા કરવા માટે પ્રેરિત કરે છે જે શરીરને ઊંધ તરફ લઇ જાય છે. વધતી ઉંમરની સાથે રેટિનાની પ્રકાશને ગ્રહણ કરવાની ક્ષમતા ઘટતી જાય છે જે અનિદ્રાની સમસ્યા વધારે છે. 45ની ઉંમર સુધી રેટિનાની આંતરિક ઘડિયાળને સંપૂર્ણપણે સક્રિય રાખવા માટે જરૂરી પ્રકાશ લેવાની ક્ષમતા 50% સુધી બચે છે. 55ની ઉંમર સુધી તે 37% અને 75 સુધી 17% સુધી ઘટી જાય છે.