Site icon

Bal Thackeray Death Anniversary: વાંચો, બાલ ઠાકરેના જીવન સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો વિશે

Bal Thackeray Death Anniversary

Bal Thackeray Death Anniversary

News Continuous Bureau | Mumbai

આજે શિવશેનાના અધ્યક્ષ એવા બાલઠાકરે વિશે વાત કરીશું, જે મુંબઈને દેશની રાજધાની બનાવવા માંગતા હતા, એવા કે તેમની સભામાં, તેમના વિરોધીઓ પણ હાજર રહેતા હતા. લગભગ 46 વર્ષ સુધી જાહેર જીવનમાં રહી ચૂકેલા શિવસેના(Shivsena) પ્રમુખ બાલ ઠાકરેએ ક્યારેય કોઈ ચૂંટણી લડી ન હતી કે કોઈ રાજકીય પદ સ્વીકાર્યું ન હતું. તેમને તો વિધિપૂર્વક શિવસેનાના અધ્યક્ષ તરીકે પણ ચૂંટવામાં આવ્યા ન હતા. છતાં મહારાષ્ટ્ર(Maharastra)ના રાજકારણમાં અને ખાસ કરીને રાજધાની મુંબઈમાં તેમનો ખાસ પ્રભાવ હતો. તેમની રાજકીય યાત્રા પણ અનોખી હતી. આવો તેમના જીવન સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો વિશે જાણીએ…

 

Join Our WhatsApp Community
બાલ ઠાકરે(Bal Thackeray)નું બાળપણનું નામ “બાલ કેશવ ઠાકરે” હતું જે સમય જતાં “બાલાસાહેબ ઠાકરે” બની ગયું.

 

બાલ ઠાકરે કાર્ટૂનિસ્ટ હતા,રાજકારણી તેવો પછી થી બન્યા. આટલું જ નહીં ઠાકરે પ્રખ્યાત ક્રાંતિકારી કાર્ટૂનિસ્ટ(cartoonist) પણ હતા. 1950 ની આસપાસ, ટાઇમ્સ ઓફ ઈન્ડિયાની રવિવાર આવૃત્તિમાં તેમના જ કારટુન પ્રકાશિત થતા હતા. તેમણે આ નોકરી 1960 માં છોડી દીધી હતી.

 

બાલ ઠાકરેને હિન્દુ હૃદય સમ્રાટ (Hindu heart emperor)કહેવાતા આવતા હતા. તેમનું જોયા વગર ભાષણ આપવાનું લોકોને પંસદ હતું., લાખો લોકોના ટોળાઓ તેઓને સાંભળવા માટે એકત્ર થતા હતા.

 

ચાંદીની ગાદી પર બેસવાના શોખીન હતા.વિરોધીઓ પણ બાલ ઠાકરેના દરબારમાં પણ આવતા હતા.ઠાકરે ખુલ્લેઆમ ધમકી આપતા હતા.

 

બાલ ઠાકરેએ વર્ષ 1966માં શિવસેનાનું નિર્માણ કર્યું હતું અને ‘મરાઠી માણૂસ'(Marathi manush)નો મુદ્દો ઉઠાવ્યો હતો.

 

જ્યારે બાલ ઠાકરે કોઈનો વિરોધ કરતા હતા, દુશ્મન ના જેમ કરતા હતા.અને વખાણ કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે તેમના કરતા મોટો કોઈ મિત્ર નથી.

 

19 જૂન 1966 ના રોજ, બાલ ઠાકરેએ શિવજી પાર્ક, નાળિયેર ફોડીને તેના મિત્રો સાથે પાર્ટી બનાવી હતી. “શિવસેના”જે આજે પણ ચાલે છે.

 

1960 અને 1970 ના દાયકામાં, મહારાષ્ટ્રમાં “લુંગી હટાવ, પુંગી બચાવો” અભિયાન શરૂ કરાયું હતું. આ ખાસ કરીને બિહારીઓ માટે હતું કારણ કે બાલ ઠાકરેએ પણ તેમના અખબાર(News paper)ના પહેલા પાના પર લખ્યું હતું કે “એક બિહારી, સો બિમારી”.

 

1980 ના દાયકામાં બાલ ઠાકરેએ મુસ્લિમો વિશે કહ્યું હતું કે તેઓ કેન્સરની જેમ ફેલાઈ રહ્યા છે અને દેશને તેમનાથી બચાવવા જોઈએ.

 

બાલ ઠાકરેની એક ખાસ વાત હતી કે તે ક્યારેય કોઈને મળવા નહોતો ગયા જેને મળવું છે, જાતે ઘરે આવું પડે. ભારતની દરેક મોટી હસ્તી તેમણે મળવા તેમના મુંબઈ(Mumbai)ના ઘરે માતોશ્રીમાં જતા હતા.બોલિવૂડના મોટા કલાકારો તેના ઘરે મળવા આવતા હતા.

 

તેમના ભાષણોમાં બાલ ઠાકરે હંમેશાં 2 વસ્તુઓની પ્રશંસા કરતા, એક હતા “હિટલર” અને બીજી શ્રીલંકાની આતંકવાદી સંસ્થા “લીટ્રે” હતી.

 

આ સમાચાર પણ વાંચોઃ Death Anniversary: લાલા લજપતરાયે પંજાબ કેસરી અને આ જાણીતી બેંકની સ્થાપના કરી હતી- જાણો તેમના જીવનવિશે
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version