Charan Singh: 1902 માં આ દિવસે જન્મેલા, ચૌધરી ચરણ સિંહ એક ભારતીય રાજકારણી અને સ્વતંત્રતા સેનાની હતા. ચરણ સિંહ મુખ્યત્વે તેમની જમીન અને કૃષિ સુધારણાની પહેલ માટે જાણીતા હતા. તેઓ ભારતના પાંચમા વડાપ્રધાન હતા. ચૌધરી ચરણ સિંહે ગાઝિયાબાદમાં પ્રામાણિકતા, નિખાલસતા અને નિષ્ઠાપૂર્વક વકીલાત કરવાનું શરૂ કર્યું. વકીલાત જેવા પ્રોફેશનલ વ્યવસાયમાં પણ ચૌધરી ચરણ સિંહ એવા જ કિસ્સાઓ સ્વીકારતા હતા જેમાં અસીલનો પક્ષ ન્યાયી હોય. તેમને 2024માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.