Bhanu Athaiya : 1929 માં આ દિવસે જન્મેલા, ભાનુ અથૈયા એક ભારતીય કોસ્ચ્યુમ ડિઝાઇનર ( Indian costume designer ) અને ચિત્રકાર હતા. એકેડેમી એવોર્ડ જીતનારી તે પ્રથમ ભારતીય હતા. ભાનુમતી અથૈયાનો જન્મ કોલ્હાપુરમાં થયો હતો. એમણે 1956માં ગુરુ દત્તની સુપરહિટ નિવડેલી હિન્દી ફિલ્મ ‘સી.આઈ.ડી.’માં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કરીને પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો. રિચર્ડ એટેનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટે ભાનુ અથૈયા તથા જોન મોલોને એકેડેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો.