News Continuous Bureau | Mumbai
Shekhar Kapur : 1945 માં આ દિવસે જન્મેલા શેખર કુલભૂષણ કપૂર એક ભારતીય ફિલ્મ નિર્માતા ( Indian film producer ) છે. એંશીના દાયકામાં ટીવી શ્રેણી ‘ખાનદાન’ની ભૂમિકાથી એ જાણીતા બન્યા. તેમના નિર્દેશનમાં બનેલી ‘માસૂમ’ને શ્રેષ્ઠ ફિલ્મની કેટેગરીમાં ફિલ્મફેરનો ક્રિટીક્સ એવોર્ડ મળ્યો હતો. 1994માં એમણે નામચીન ડાકુરાણી ફૂલનદેવીના જીવન પરથી ‘બેન્ડિટક્વિન’ ફિલ્મ બનાવી, જેને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. શેખર કપૂરની ક્વિન એલીઝાબેથની બાયોપીક ‘એલીઝાબેથ’ (૧૯૯૮) અને ‘ધ ગોલ્ડન એજ’ (૨૦૦૭) ને શ્રેષ્ઠ ફિલ્મના બાફના એવોર્ડઝ અને બે ઓસ્કાર એવોર્ડ્ઝ પણ મળ્યા છે.
આ પણ વાંચો : Werner Heisenberg : 05 ડિસેમ્બર 1901 ના જન્મેલા વર્નર કાર્લ હેઈઝનબર્ગ જર્મન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા