Site icon

દેશ બંધુ નામે જાણીતા બન્યા હતા ચિતરંજનદાસ, જાણો સ્વતંત્રતા સંગ્રામમાં તેઓએ આપેલા યોજદાન વિશે

ચિતરંજનદાસ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક નેતા હતા

chitranjandas

chitranjandas

News Continuous Bureau | Mumbai 

ચિતરંજનદાસ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામ(freedom struggle)ના એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક નેતા હતા. તેઓ “દેશબંધુ” ના નામે પણ જાણીતા હતા.

 

Join Our WhatsApp Community

ચિતરંજનદાસના જીવન વિશે  

ચિતરંજનદાસનો જન્મ ૫ નવેમ્બર ૧૮૭૦ ના રોજ તેલીરબાગ, ઢાકાના પ્રખ્યાત દાસ પરીવારમાં કલકત્તા ખાતે થયો હતો. દાસ પરીવાર બ્રહ્મ સમાજના સભ્ય હતા. ચિતરંજન, ભુવન મોહન દાસના પુત્ર અને બ્રહ્મ સમાજ સુધારક દુર્ગા મોહન દાસના ભત્રીજા હતા. તેમના પિતા કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના જાણીતા વકીલ અને પત્રકાર (Lawyer and Journalist) હતા જેમણે અંગ્રેજી ચર્ચ સાપ્તાહિક ધ બ્રહ્મો પબ્લિક ઓપિનિયનનું સંપાદન કર્યું. તેમણે બસન્તી દેવી (૧૮૮૦–૧૯૭૪) સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ સંતાનો હતાં; અપર્ણા દેવી (૧૮૯૮–૧૯૭૨), ચિરરંજનદાસ (૧૮૯૯–૧૯૨૮) અને કલ્યાણી દેવી(૧૯૦૨–૧૯૮૩).

 

પરિવાર વિશે

ચિતરંજનદાસ(Chitaranjandas)નો પરીવાર વકીલોનો પરીવાર હતો. ૧૮૯૦મં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ ચિતરંજનદાસ આઇ.સી.એસ બનવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા અને ૧૮૯૨માં બેરિસ્ટર બનીને ભારત પાછા ફર્યા.

 

કારકિર્દી વિશે

વકીલાત

ભારત પાછા ફર્યા બાદ તેમણે વકીલાત શરૂ કરી પરંતુ ૧૮૯૪માં આશ્ચર્યજનક પગલું ભરતાં તેમણે વકીલાતનો પોતાનો ધીકતો વ્યવસાય છોડી દીધો તથા અંગ્રેજ શાસન વિરુદ્ધના અસહકાર આંદોલન(Non-Cooperation Movement)માં સક્રિય રીતે જોડાયાં. ૧૯૦૯માં અલીપોર બોમ્બ વિસ્ફોટ પ્રકરણ અંતર્ગત અરવિંદ ઘોષ પર લાગેલા રાજદ્રોહના આરોપોનો સફળતાપૂર્વક બચાવ કર્યો. અરવિંદે તેમના ઉત્તરપાડાના ભાષણમાં ચિતરંજન દાસનો જાહેર આભાર માનતા જણાવ્યું કે અલીપોર પ્રકરણમાં ચિતરંજન દાસે તેમને બચાવવા માટે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ખૂબ જ મહેનત કરી હતી.
રાષ્ટ્રીય નેતા
ચિતરંજનદાસ અનુશીલન સમિતિની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. ૧૯૧૯–૧૯૨૨ના અસહયોગ આંદોલન દરમિયાન તેઓ બંગાળના અગ્રણી નેતા હતા. તેમણે બ્રિટીશ કાપડ પર પ્રતિબંધ(Ban on British cloth) મૂકવાની સાથે વિદેશી કપડાંની હોળી કરી ખાદીના કપડાં પહેરવાની શરૂઆત કરી. તેમણે ફોરવર્ડ નામનું દૈનિક ચાલું કર્યું જેને બાદમાં બ્રિટીશ શાસન વિરુદ્ધની લડત માટે લિબર્ટી નામ અપાયું. કલકત્તા નગર નિગમની સ્થાપના થતાં તેઓ તેના પ્રથમ મેયર બન્યા. તેઓ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે અહિંસા અને સંવૈધાનિક પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા હતા તથા હિંદુ–મુસ્લિમ એકતા, સહયોગ અને સાંપ્રદાયિક સદ્‌ભાવની તરફેણ કરતા હતા. મહાત્મા ગાંધીના જૂથના નો કાઉન્સિલ એન્ટ્રી ઠરાવને અનુમોદન ન મળતાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગયા ખાતેના અધિવેશનમાં અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું. ૧૯૨૩માં તેમણે મોતીલાલ નહેરૂ તથા હુસૈન શહીદ સુહરાવર્દીના સહયોગથી સ્વરાજ પાર્ટી(Swaraj Party)ની સ્થાપના કરી.

 

અવસાન
નરમ સ્વાસ્થ્યને પગલે તેઓ દાર્જિલિંગ ચાલ્યા ગયા હતા જ્યાં ૧૬ જૂન ૧૯૨૫ના રોજ તેમનું નિધન થયું હતું.

 

સન્માન
ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ(postage stamp)   બહાર પાડવામાં આવી છે.

 

આ સમાચાર પણ વાંચોઃ જાણીતા મોર્ટિવેટર સ્પિકર અને યુટ્યુબર સંદીપ મહેશ્વરી જીવે છે આલીશાન લાઇફસ્ટાઇલ, જાણો તેમના નેટવર્થ વિશે…

US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Nayara Energy: મોદીની કૂટનીતિ નિષ્ફળ નથી: યુરોપિયન યુનિયનને જવાબ આપવા માટે ભારતે નાયરા Energy (એનર્જી) દ્વારા એક મોટો વેપારી દાવ ખેલ્યો
Exit mobile version