Helen Keller : 1880 માં આ દિવસે જન્મેલા, હેલેન કેલર એક લેખક ( Writer ) અને લેક્ચરર હતા, જેઓ બેચલર ઓફ આર્ટસની ( Bachelor of Arts ) ડિગ્રી મેળવનાર પ્રથમ મૂકબધિર અને દ્દષ્ટિહીન વ્યક્તિ બન્યા હતા. તેમના જન્મદિવસને પેન્સિલવેનિયામાં હેલેન કેલર ડે તરીકે ઉજવવામાં આવે છે. કેલર એક પ્રખર લેખક હતા, તેમણે પ્રાણીઓથી લઈને મહાત્મા ગાંધી સુધીના વિષયો પર 14 પુસ્તકો અને સેંકડો ભાષણો અને નિબંધો લખ્યા હતા. તેમણે શ્રમિકો અને મહિલાઓના મત અધિકાર, શ્રમ અધિકાર, સમાજવાદ અને કટ્ટરપંથી શક્તિઓની સામે ચળવળ ચલાવી હતી.