Louis Braille : 1809 માં આ દિવસે જન્મેલા, લુઇસ બ્રેઇલ ફ્રેન્ચ શિક્ષક હતા. જેમણે અંધ અથવા દૃષ્ટિહીન લોકો માટે વાંચન અને લખવાની પદ્ધતિની શોધ કરી હતી, જે વિશ્વભરમાં ‘બ્રેઇલ’ તરીકે ઓળખાય છે. ‘બ્રેઈલ’ એક લિપિ છે જેનો ઉપયોગ કરીને અંધ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકો વાંચી અને લખી શકે છે અને પછી તેને કોઈ પણ ભાષામાં બોલી શકે છે. બ્રેઈલ લિપીમાં એક કાગળ ઉપર ઉપસાવેલા ડોટ હોય છે. જેને અંધલોકો પોતાની આંગળીનાં સ્પર્શ દ્વારા વાંચે છે.