News Continuous Bureau | Mumbai
Mahadev Haribhai Desai: 01 જાન્યુઆરી 1892 ના જન્મેલા, મહાદેવ હરિભાઈ દેસાઈ ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, વિદ્વાન અને લેખક હતા
1892 માં આ દિવસે જન્મેલા, મહાદેવ હરિભાઈ દેસાઈ ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, વિદ્વાન અને લેખક હતા જેમને મહાત્મા ગાંધીના અંગત સચિવ તરીકે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. ‘અંત્યજ સાધુનંદ’ (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ’ (૧૯૨૮), ‘સંત ફ્રાંસિસ’ (૧૯૨૪) અને ‘બે ખુદાઈ ખિદમતગાર’ (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે. ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’ (ચંદ્રશેખર શુક્લ સાથે, ૧૯૪૬)પણ એમનો ચરિત્રગ્રંથ છે. સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ’ (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે.
આ પણ વાંચો : Vishnudevananda Saraswati : 31 ડિસેમ્બર 1927 ના જન્મેલા વિષ્ણુદેવાનંદ સરસ્વતી એક ભારતીય યોગ ગુરુ હતા
