Ramlal Chunilal Modi: 1890 માં આ દિવસે જન્મેલા રામલાલ ચુનીલાલ મોદી ગુજરાતી લેખક ( Gujarati Writer ) , સંશોધક, વિવેચક અને ઇતિહાસકાર હતા. તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં, ખાસ કરીને મધ્યકાલીન કવિ ભાલણ પરના સંશોધન માટે જાણીતા છે. તેમને 1950 માં મરણોત્તર નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો