Lionel Messi : આર્જેન્ટીના સ્ટાર ફૂટબોલર ( footballer ) લિયોનેલ મેસીનો આજે જન્મદિવસ છે, મેસી આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે. લિયૉનેલ મેસ્સીનું આખું નામ લિયૉનેલ એન્ડ્રેસ મેસ્સી ( Lionel Andres Messi ) છે. મેસ્સીના નામે ફૂટબોલ ક્લબ બાર્સેલોના સાથે રેકોર્ડ 34 ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે. લિયૉનેલ મેસ્સીની કારકિર્દીમાં કેટલાય રેકોર્ડ બન્યા છે, જેમાંથી એક તેનું 91 ગોલનું પ્રદર્શન છે જે એક ઉદાહરણ બની ગયું છે.