Mahant Swami Maharaj : 1933 માં આ દિવસે જન્મેલા, મહંત સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ ( BAPS Swaminarayan ) સંસ્થાના છઠ્ઠા અને વર્તમાન આધ્યાત્મિક ગુરુ છે. મહંત સ્વામી ખેતીવાડીની કોલેજના ગ્રેજ્યુએટ છે. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવણદાસ રખાયું હતું. 1961ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપેલી. પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં સેવા કરતા રહ્યા. તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012માં પ્રમુખ સ્વામીએ ( Pramukh Swami ) તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા.