News Continuous Bureau | Mumbai
Hindi Diwas : ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ( National Hindi Day ) ઊજવવામાં આવે છે. દેશની તમામ સ્કૂલો, કોલેજો અને સરકારી કાર્યાલયોમાં હિન્દી દિવસ ઉત્સાહભેર મનાવવામાં આવે છે. હિન્દી રાષ્ટ્રીય અસ્મિતા અને ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે. વર્ષ 1949માં ભારતની બંધારણ સભા દ્વાકા હિન્દીને સત્તાવાર ભાષાનાં રૂપમાં સ્વીકારવાને લીધે 14 સપ્ટેમ્બરનો દિવસ ‘હિન્દી દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ ( Jawaharlal Nehru ) દ્વારા આ દિવસને હિન્દી દિવસનાં રૂપમાં મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
