News Continuous Bureau | Mumbai
Vinoba Bhave: 1895 માં આ દિવસે જન્મેલા વિનોબા ભાવે જે માનપૂર્વક આચાર્ય વિનોબા ભાવે ( Acharya Vinoba Bhave ) તરીકે પણ ઓળખાય છે. વિનોબા ભાવે ખૂબ જ વિદ્વાન અને વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે દસ વર્ષની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુના, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યા હતા. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને ‘અનુશાસન પર્વ’ કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા. તેઓ ‘ભૂદાન’ ચળવળના પ્રણેતા હતા.
આ પણ વાંચો: Govind Ballabh Pant : 10 સપ્ટેમ્બર 1887 ના જન્મેલા ગોવિંદ બલ્લભ પંત એક ભારતીય સ્વતંત્રતા સેનાની હતા
