Ram Mohan Roy : 1833 માં આ દિવસે મૃત્યુ પામ્યા, રામ મોહન રોય “આધુનિક ભારતના પિતા” એક ભારતીય સુધારક ( Indian reformer ) અને લેખક હતા. તેઓ 1828 માં બ્રહ્મ સમાજ ના સંસ્થાપક હતા. તેમને મુઘલ સમ્રાટ અકબર II દ્વારા રાજાનું બિરુદ આપવામાં આવ્યું હતું. પહેલાના સમયમાં સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવાનો શ્રેય રાજા રામમોહન રોયને ( Raja Ram Mohan Roy ) જાય છે. તેઓ હંમેશાં બાળવિવાહ, સતીપ્રથા જેવી બદીઓને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેતા. 27 સપ્ટેમ્બર 1833ના દિવસે બ્રિસ્ટલની પાસે સ્ટાપ્લેટોનમાં મેનિંઝાઈટિસના કારણે તેમનું નિધન થયું હતું.