Site icon

National Unity Day: સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ પર વાંચો તેમના જીવનની જાણી અજાણી 10 વાતો અને જુઓ તસ્વીરો

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના દેશની એકતાના સૂત્રધાર હતા, તેઓના દેશને એક રાખવાના વિચારો અને તેમની યાદમાં તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

National Unity Day

National Unity Day

News Continuous Bureau | Mumbai 

National Unity Day 2023: આજે 31 ઓકટોબર એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના દેશની એકતાના સૂત્રધાર હતા, તેઓના દેશને એક રાખવાના વિચારો અને તેમની યાદમાં તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવો આજે  સરદાર વલ્લભભાઇ પટેલ વિશે 10 મહત્વની જાણી અજાણી વાતો વિશે જાણીએ……. 

 

Join Our WhatsApp Community
1. સરદાર વલ્લભભાઇ પટેલ(Sardar Vallabhbhai Patel)નો જન્મ 31 ઓક્ટોબર 1875એ ગુજરાતના નડિયાદમાં થયો હતો. લંડન જઇને તેમને બેરિસ્ટરનો અભ્યાસ કર્યો અને પાછા અમદાવાદ આવીને વકીલાત કરવા લાગ્યા. મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઇને તેમને ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો. 

 

2. સ્વતંત્રતા આંદોલન(freedom movement)માં સરદાર વલ્લભભાઇ પટેલનું પહેલુ એવુ મોટુ યોગદાન 1918માં ખેડા સંઘર્ષમાં હતુ. તેમને 1928માં બારડોલી સત્યાગ્રહમાં ખેડૂત આંદોલનનુ સફળ નેતૃત્વ કર્યુ. 

 

3.  સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ દેશી રજવાડાંઓનુ એકીકરણ કરીનેને અખંડ ભારત નિર્માણમાં તેમના યોગદાનને ભુલી શકાય એમ નથી. તેમને 562 નાના-મોટા રજવાડાંઓને ભારતીય સંઘમાં વિલિનીકરણ કરીને ભારતીય એકતાનુ નિર્માણ કર્યુ. 

 

4. મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઇ પટેલને લોહપુરુષની ઉપાધિ આપી. 

 

5. આ સરદાર વલ્લભભાઇ પટેલનુ જ વિઝન હતુ કે ભારતીય વહીવટી સેવાઓ દેશને એક રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમને ભારતીય વહીવટી સેવાઓને મજબૂત બનાવવા પર ખુબ ભાર મુક્યો, તેમને સિવિલ સેવાઓને સ્ટીલ ફ્રેમ કહી હતી. 

 

6. બારડોલી સત્યાગ્રહ આંદોલન(Bardoli Satyagraha Movement)ના સફળ થયા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઇ પટેલને ‘સરદાર’ની ઉપાધિ આપી હતી. 

 

7. કોઇપણ દેશનો આધાર તેની એકતા અને અખંડતતામાં રહેલો હોય છે, અને સરદાર પટેલ દેશની એકતાના સૂત્રધાર હતા. આ જ કારણથી તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. 

 

8. લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ ભારતના પહેલા ઉપ વડાપ્રદાન અને ગૃહમંત્રી (First Home Minister of India)બન્યા.

 

9. સરદાર વલ્લભભાઇ પટેલનુ નિધન 15 ડિસેમ્બર, 1950 એ મુંબઇમાં થયુ હતુ, વર્ષ 1991માં સરદાર પટેલને મરણોપરાંત ‘ભારત રત્ન'(Bharat Ratna)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

 

10. ગુજરાતમાં નર્મદાના સરદાર સરોવર બંધની સામે સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર (597 ફૂટ) ઉંચી પ્રતિમા (Statue of Unity)નુ નિર્માણ કરવામાં આવ્યુ. આ વિશ્વની સૌથી ઉંતી પ્રતિમાં છે. આને 31 ઓક્ટોબર, 2018 એ દેશને સમર્પિત કરવામાં આવી. સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઇ માત્ર 93 મીટર છે. 
આ સમાચાર પણ વાંચોઃ Indira Gandhi Death Anniversary: બાળપણથી સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીઘો હતો ઇન્દિરા ગાંધીએ, આવો જાણીએ તેમના જીવન વિશે
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version