World Malaria Day: 2008થી દર વર્ષે 25 એપ્રિલે ‘વિશ્વ મેલેરિયા દિવસ’ ઉજવાય છે. આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા ( Malaria ) જેવા ખતરનાક રોગ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનોઅને તે પ્રત્ય જાગૃત્તા ફેલાવોનો છે. કારણ કે આ રોગથી દર વર્ષે લાખો લોકોના ભોગ લેવાય છે. આ એક જીવલેણ બીમારી છે મચ્છરો ( mosquitoes ) દ્વારા ફેલાય છે. માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી આ બીમારી થાય છે.