Site icon

24 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં બની રહ્યો છે ત્રિગ્રહી યોગ-આ રાશિના જાતકો ને મળશે ભાગ્યનો સાથ અને થશે ધન લાભ-જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે

News Continuous Bureau | Mumbai

સપ્ટેમ્બર મહિનામાં કન્યા રાશિમાં ગ્રહોની ખૂબ હલચલ જોવા મળે છે. 24 સપ્ટેમ્બર 2022 ના રોજ સુખ અને કીર્તિ આપનાર શુક્ર ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યાં પહેલાથી જ બુધ ગ્રહ અને સૂર્ય દેવ  બિરાજમાન છે જેઓ વાણી અને વેપારના (business)કારક છે. જ્યારે શુક્ર, બુધ અને સૂર્ય કન્યા રાશિમાં એકસાથે હોય ત્યારે ત્રિગ્રહી યોગ બને છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે રાશિ પરિવર્તન સાથે કોઈ એક રાશિમાં બે કે તેથી વધુ ગ્રહો હાજર હોય ત્યારે તેને યુતિ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં(jyotish shastra) જેટલુ મહત્વ ગ્રહોની રાશિ પરિવર્તનનું છે, એટલું જ મહત્વ ગ્રહોની યુતિ નું પણ છે. તે ચોક્કસપણે તમામ જાતકો પર અસર કરે છે. 24 સપ્ટેમ્બર, 2022 ના રોજ જ્યારે સૂર્ય, બુધ અને શુક્રની યુતિ કન્યા રાશિમાં બનશે, ત્યારે કેટલીક રાશિના લોકોને તેની વિશેષ અસર અને લાભ મળશે.

Join Our WhatsApp Community

1. ધનુ રાશિ

24 સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં સૂર્ય-બુધ-શુક્રનો ત્રિગ્રહી યોગ વરદાનથી ઓછો નથી. તમારા માટે ભાગ્યનો સમય નજીક છે. આ યોગ તમારી કુંડળીમાં 10મા સ્થાનમાં રહેશે અને કુંડળીનું 10મું સ્થાન વેપાર, કામ અને નોકરી(job) સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં તમારું નામ કાર્યસ્થળ(workplace) પર રહેશે. વેપારમાં સારો નફો થશે અને નોકરીમાં એક સાથે ઘણી જગ્યાએથી સારી ઓફર આવી શકે છે. વેપારમાં સારા સોદાને કારણે ભવિષ્યમાં નફો વધવાની સંભાવના છે.

2. વૃશ્ચિક રાશિ 

આ રાશિના જાતકોને 24 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ત્રણ ગ્રહોના ત્રિગ્રહી યોગથી શુભ ફળ મળશે. તમારી કુંડળીમાં 11મા સ્થાનમાં ત્રિગ્રહી યોગ થવાનો છે અને 11મું ઘર આવક(income)અને લાભનું સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં વૃશ્ચિક રાશિના લોકોની આવકમાં સારો એવો વધારો થશે. પૈસા કમાવવાની ઉત્તમ તકો મળશે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ભાગ્યનો સારો સાથ મળશે, જેના કારણે દરેક પ્રકારની યોજનાઓમાં સફળતા મળવાની સંભાવના છે.

3. કર્ક રાશિ 

તમારી રાશિમાં ત્રણ ગ્રહોનો સંયોગ ત્રીજા ભાવમાં બનવા જઈ રહ્યો છે. ત્રીજું ઘર સુખ અને સારા સ્વાસ્થ્ય(health) સાથે સંબંધિત છે. આ દરમિયાન તમે તમારી માનસિક ક્ષમતામાં વધારો જોશો. કરિયરમાં પણ સારો વિકાસ થશે, જેના કારણે આવનારા સમયમાં તમારી આર્થિક સ્થિતિ(financial position) ઘણી સારી થવાની છે. અચાનક નાણાંકીય લાભની તકો મળી શકે છે.

4. સિંહ રાશિ

કન્યા રાશિમાં ત્રણ ગ્રહોનું એકસાથે હોવું સિંહ રાશિના લોકો માટે શુભ સંકેત છે. ભાગ્ય તમારો ઘણો સાથ આપશે. આ ત્રિગ્રહી યોગ તમારી કુંડળીમાં બીજા સ્થાને રહેવાનો છે. વૈદિક જ્યોતિષ અનુસાર કુંડળીનું બીજું સ્થાન ધન અને વાણીનું છે. આ કારણોસર, તમે અન્ય લોકો સાથે સારા સંબંધો સ્થાપિત કરશો અને અચાનક નાણાકીય લાભની (inccome)પ્રબળ સંભાવના છે. માન-સન્માનમાં વધારો જોવા મળી શકે છે. આ રાશિના લોકોના જીવનમાં સારા અને મોટા ફેરફારો જોવા મળશે. આરામ અને સુખ – સગવડતામાં વધારો થશે.

આ સમાચાર પણ વાંચો : સિંહ સહિત આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર – આ લોકોએ લીલા વસ્તુઓનું દાન કરવું જોઈએ

Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Exit mobile version