Site icon News Continuous Bureau | Mumbai

અંબાજીમાં સોનાના દાનનો અવિરત પ્રવાહ- ગુજરાતના આ શહેરના માઈ ભક્તે અંબાજી મંદિરને 5 લાખના મૂલ્યનો સોનાનો મુગટ ભેટમાં ધર્યો જુઓ ફોટો

Cell phones banned in Ambaji temple in Banaskantha, Gujarat

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોબાઈલ દ્વારા ફોટોગ્રાફી પર લાગ્યો પ્રતિબંધ.. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

ગુજરાત અને રાજસ્થાનની સરહદે(Gujarat and Rajasthan border) બનાસકાંઠા જિલ્લા(Banaskantha district)ના દાંતા તાલુકા ખાતે આવેલું  યાત્રાધામ અંબાજી(Ambaji yatradham) ગુજરાતનું જ નહીં પણ ભારતભરનું પ્રસિદ્ધ શક્તિપીઠ(Shaktipeeth) છે. જેને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં માતા અંબા(Ambe maa)ના ભક્તો આ મંદિરની મુલાકાત લે છે અને માતાના ચરણોમાં રોકડ-રકમ ઉપરાંત સોના-ચાંદીની વસ્તુઓની દાન કરે છે. 

Join Our WhatsApp Channel

યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદી(gold and silver)નું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન (donation)કરી ચૂક્યા છે. ત્યારે આજે અમદાવાદ(Ahemdabad)ના એક માઈ ભક્તે માતાના ચરણોમાં સોનાના મુગટનું (Gold crown)દાન ધર્યું છે. અમદાવાદના દાતાએ સોનાનો રૂ. 5,52,000નું મૂલ્ય ધરાવતો 118.75 ગ્રામ વજનનો મુગટ મંદિરને દાનમાં આપ્યો છે. જોકે માઈ ભક્તે પોતાનું નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના અધ્યક્ષ બાદ હવે પાર્ટીના આ દિગ્ગજ નેતાને થયો કોરોના જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીમાં અનેક એવા માઈ ભક્તો સોનાનું દાન કરતા હોય છે પરંતુ પોતાનું નામ જાહેર કરતા નથી, તેઓ ગુપ્તદાન કરે છે.

Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shadashtak Yog 2026 સપ્ટેમ્બર મહિનો આ ત્રણ રાશિઓ માટે ભારે ૨ થી ૨૬ તારીખ સુધી દરેક પગલું સમજીવિચારીને ભરજો, વધી શકે છે મુશ્કેલીઓ!
Exit mobile version