આજથી અધિક માસ નો પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દૂ પંચાંગ માં દર ત્રણ વર્ષે એકવાર એક વધારાનો માસ આવે છે, જેને અધિકમાસ, મળમાસ અથવા પુરુષોત્તમ માસ ના નામથી ઓળખવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં આ મહિનાનું વિશેષ મહત્ત્વ છે. લોકો આ મહિનામાં પૂજા-પાઠ, ભગવતભક્તિ, વ્રત-ઉપવાસ, જાપ અને યોગ જેવા ધાર્મિક કાર્યો કરતાં રહે છે. માનવામાં આવે છે કે અધિકમાસમાં કરવામાં આવેલા ધાર્મિક કાર્યોનું કોઇ પણ અન્ય માસમાં કરવામાં આવેલા પૂજા-પાઠ કરતાં 10 ગણું વધારે ફળ મળે છે. આ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ પોતાની અતૂટ શ્રદ્ધા અને શક્તિ સાથે આ માસમાં ભગવાનને પ્રસન્ન કરે છે. આ મહિનો ખૂબ જ પ્રભાવશાળી અને પવિત્ર છે પરંતુ આ મહિનો દર ત્રણ વર્ષે આવે છે.
આ અધિક માસ 32 મહિના -16 દિવસ અને 4 ઘડીના અંતરે આવે છે. આ મહિનામાં સૂર્ય-સંક્રાન્તિ થતી ન હોવાથી અધિક માસમાં શુભ કાર્યોને વર્જીત ગણવામાં આવે છે. દર ત્રણ વર્ષે અધિક-પુરૂષોત્તમ માસ આવે છે. અધિક માસ નિમિત્તે કેટલાક મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. જોકે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આ વખતે ઓનલાઇન જ સત્સગં-ભજનનું આયોજન થશે.
