કોરોના ના ખતરા વચ્ચે અમરનાથ યાત્રા આ તારીખ થી શરુ થશે. લોકો આ રીતે રજીસ્ટ્રરેશન કરાવી શકશે. જાણો વિગત

ન્યુઝ  કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.

    કોરોના ના વધતા પ્રકોપ વચ્ચે બાબા બર્ફાનીના શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર છે. 28 જૂન 2021 થી શરૂ થતી અમરનાથ યાત્રા નું બુકિંગ આવતીકાલથી શરૂ થવાનું છે.


    શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના સીઇઓ એ હિંદુ ધર્મ આચાર્ય સભા અને અખાડા પરિષદને આ પવિત્ર યાત્રા માં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું છે.
     કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરફથીહરિદ્વાર સ્થિત સ્વામી અવધેશાનંદ ગીરીજી મહારાજ અને સ્વામી નરેન્દ્ર ગિરિજી મહારાજ ને આમંત્રણ આપ્યું હતું. 28 જૂન 2001 20 થી 22 ઓગસ્ટ 2021 એટલે કે 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં દેશના ખૂણે ખૂણેથી લાખો લોકો, તેમજ સંતોનો દર્શનાર્થે આવવાની શક્યતાઓ છે.
    ઉલ્લેખનીય છે કે કરોના સંકટ સમયે પણ થનારી અમરનાથ યાત્રા ની બુકિંગ ની તારીખ જાહેર કરી દીધી છે. આ વખતે યાત્રા બાલતાલ અને પહેલગામ બંને રૂટથી  શરૂ થશે તેમજ પંજાબ નેશનલ બેંકની 316 બ્રાન્ચ, જમ્મુ કાશ્મીર બેંક ની 90 બ્રાન્ચ અને યસ બેન્ક ની 40 બ્રાન્ચો દ્વારા યાત્રીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે.તદુપરાંત www.shriamarnathjishrine.com વેબસાઈટ પર વધારાની જાણકારી પણ મેળવી શકાશે.

Exit mobile version