ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
30 ડિસેમ્બર 2020
દરેક હિંદુ જીવનમાં એકવાર બાર જ્યોર્તિલિંગ મહાદેવના દર્શન કરવાની મહેચ્છા રાખે છે. બાર જ્યોતિર્લિંગમાંનું એક સોમનાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલના ખોદકામ દરમ્યાન આ મંદિર હેઠળ ત્રણ માળનું મકાન હોવાનું જાણવા મળ્યું છે. આઇ.આઈ.ટી. ગાંધીનગર અને અન્ય ચાર સંસ્થાઓના ઓર્કોલોજી નિષ્ણાતો દ્વારા જી.પી.આર. તપાસ કરવામાં આવી હતી. જેના આદેશ પીએમ અને સોમનાથના ટ્રસ્ટી નરેન્દ્ર મોદીના આદેશથી કરવામાં આવી હતી. લગભગ એક વર્ષ પહેલા દિલ્હીમાં યોજાયેલી મીટિંગમાં મોદીએ ઓર્કોલોજી વિભાગને તેની તપાસ કરવા કહ્યું હતું.
પુરાતત્ત્વ વિભાગની એક વર્ષની તપાસમાં 32 પાનાનો અહેવાલ તૈયાર કરીને સોમનાથ ટ્રસ્ટને સુપરત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવાયું છે કે મંદિરની નીચે એલ આકારમાં બીજી ઇમારત છે. આ ઉપરાંત સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારથી થોડે દૂર સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની આસપાસ બૌદ્ધ ગુફાઓ પણ મળી આવી છે.
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી અને ગાંધીનગર આઈઆઈટીના નિષ્ણાંતોએ મંદિરની નીચે તપાસ અંદાજે 5 કરોડ રૂપિયાના અતિઆધુનિક મશીનોથી કરી હતી. જી.પી.આર. ઈન્વેસ્ટિગેશન દ્વારા જમીનની નીચે લગભગ 12 મીટર જેટલી ઊંડી તપાસમાં બહાર આવ્યું છે કે નીચે એક ત્રણ માલનું પાકું મકાન છે, જેનો સંપૂર્ણ આકાર એલ આકારમાં છે અને જમીનમાં એક પ્રવેશદ્વાર પણ છે.
કહેવામાં આવે છે કે પહેલા બીસી પહેલા એક મંદિર હતું, જેનું સાતમી સદીમાં વલ્લભીના મૈત્રક રાજાઓ દ્વારા બીજી વાર મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આઠમી સદીમાં સિંધના અરબી ગવર્નર જુનેદએ મંદિરનો નાશ કરવા માટે તેની સેના મોકલી હતી.
પ્રતિહાર બાદ રાજા નાગાભટ્ટએ ત્રીજી વખત તેનું પુનર્નિર્માણ કર્યું. તેના અવશેષોને ફરી ચોથી વખત માલવાના રાજા ભોજ અને ગુજરાતના રાજા ભીમદેવ દ્વારા પુર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જ્યારે પાંચમી વાર 1169 માં ગુજરાતના રાજા કુમાર પાલે મંદિરને ફરી બેઠું કર્યું હતું.
આમ વારંવાર વિદેશી આક્રમણ છતાં મંદિર ઉભું છે. જેને જુનાગઢ રજવાડાને ભારતનો ભાગ બનાવ્યા પછી ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન સરદાર પટેલે જુલાઈ, 1947 માં સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો આદેશ આપ્યો. આજના મંદિરનું નિર્માણ આઝાદી પછી સરદાર વલ્લભભાઇ પટેલે 1951 માં કરાવ્યું હતું અને તે દેશના રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ 1 ડિસેમ્બર, 1995 ના રોજ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આમ આજે યુગો જૂનું મંદિર આ લોકોના પ્રયત્નો ને કારણે અડીખમ ઉભું છે અને આપણે દર્શન નો લાહ્વો લઇ શકીએ છીએ..
