Site icon

વાસ્તુ ટિપ્સ- જો તમે પણ બીજા ની આ વસ્તુ વાપરતા હોવ તો આજથી જ કરો તેને બંધ-નહીં તો કરવો પડશે કપરા સમયનો સામનો

Never use these things of others

Never use these things of others

 News Continuous Bureau | Mumbai

ઘણા લોકોમાં બીજાની વસ્તુઓનું ભારે આકર્ષણ હોય છે. તેમને પોતાની વસ્તુ કરતા બીજાની જ વસ્તુઓ(others things) માં રસ હોય છે. અને કેટલાકે લોકો પોતાની વસ્તુ કરતા વધારે બીજાની વસ્તુ નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ આદત તમારા માટે ખુબ જ હાનિકારક સાબિત થતી હોય છે. બીજાની વસ્તુના ઉપયોગથી તમે તમારા જીવનમાં મુશ્કેલીઓ ને આમંત્રણ(trouble invitation) આપો છો..બીજાની વસ્તુઓ એકલી નથી આવતી તેને સાથે નકારાત્મક ઉર્જા(negative vibes) પણ આવે છે જેનાથી તમારી પડતી ની શરૂઆત થાય છે. એટલે તો વાસ્તુ શાસ્ત્રમાં(vastu shastra) બીજાની માગેલી વસ્તુ ના  ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા નો ઉલ્લેખ કરાયો છે.તો ચાલો જાણીયે બીજાની કઈ વસ્તુ આપણે ના વાપરવી જોઈએ.

Join Our WhatsApp Community

1. ઘડિયાળ 

ઘડિયાળ માત્ર તમને સમય જ નથી બતાવતી. ઘડિયાળ (watch)સાથે તમારા જીવનનો સારો અને ખરાબ સમય (bad time)પણ જોડાયેલો હોય છે. જેથી ક્યારેય બીજાની ઘડિયાળ માગીને ના પહેરવી. આવું કરવાથી તમારો ખરાબ સમય શરૂ થઈ શકે છે.

2. કપડાં 

વાસ્તુ શાસ્ત્ર મુજબ બીજાના કપડા પહેરવા(others cloth) તમારા માટે મુસીબત બની શકે છે. બીજાના કપડા પહેરવાથી તે વ્યક્તિની નકારાત્મક ઉર્જા(negative vibes) તમારામાં આવે છે. જેનાથી તમને મોટાપાયે નુકસાન થઈ શકે છે.આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે. બીજાના કપડા પહેરવાથી ચામડીના રોગ થઇ શકે છે.

3. દાગીના 

આજના સમયમાં દાગીના પહેરવાનો ટ્રેન્ડ (ornaments trends)વધી ગયો છે. ખાસ કરીને મહિલાઓમાં દાગીનાનું ખુબ આકર્ષણ હોય છે. પરંતુ ક્યારે બીજાને તમારા ઘરેણાં પહેરવા માટે ના આપવા જોઈએ. અને ક્યારેય કોઈના ઘરેણાં તમારે ના પહેરવા જોઈએ. નહીં તો આની અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે.

4. પેન 

વાસ્તુ શાસ્ત્રમાં કોઈની પણ પેનનો(pen) ઉપયોગ ના કરવાનું કહેવામાં આવ્યું છે. બીજાની પેનનો ઉપયોગ કરવો અથવા બીજાને ઉપયોગ માટે પેન આપવાથી કરિયર, (career)વ્યાપાર(business) અને આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે. 

5. પગરખાં 

ચપ્પલ અને બુટ જેવા પગરખાં(shoes) નો સીધો સંબંધ શનિ સાથે હોય તેવું માનવામાં આવે છે. તેથી આવી પણ માન્યતા છે કે શનિવારે ચપ્પલ અને જૂતા વગેરે ની ખરીદી ના કરવી આમ કરવાથી શનિ ની પનોતી (Shani panoti)તમારી સાથે આવે છે. બીજાના પગરખાં પહેરવાથી તેના શનિ દોષ(shani dosh) ની અસર તમારા પર થાય છે. એટલા માટે બીજાના પગરખાં પહેરવા થી બચવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ-પર્સમાં રાખેલી આ વસ્તુઓ બની જાય છે ગરીબીનું કારણ- ઘણું કમાઈને પણ ખિસ્સું રહે છે ખાલી

 

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Exit mobile version