Stock Market Astrology : ગ્રહોના ગૂઢ રહસ્ય : જ્યોતિષ ના આધારે જાણો – શેર માર્કેટ અમૃત કે ઝેર?

Stock Market Astrology : શેર બજારમાં આવા અસંખ્ય ગ્રહયોગ જાતક ને ધનવાન બનાવે છે પણ કેટલાક ગ્રહયોગ એવા પણ હોય છે કે જાતકને શેર બજારમાં ભર જવાનીમાં વૃદ્ધ બનાવે છે...અને જીવનનું અમૃત છીનવી ઝેરના કડવા ઘૂંટ પીવા મજબુર કરે છે.

Stock Market Astrology Astrology Advice for Success in the Share Market

Stock Market Astrology Astrology Advice for Success in the Share Market

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

Stock Market Astrology : વિશ્વમાં એવા અગણિત લોકો હોય છે કે જેઓની જીંદગી ની શરૂઆત અતિસામાન્ય વ્યક્તિ જેવી હોય છે અને જોત જોતામાં જ તેઓ પ્રસિદ્ધિના ઊંચા શિખરે પહોંચી ગયા હોય. શેર માર્કેટમાં આવા જાતકોના ઢગલા છે જેમનું બાળપણ અતિ કરૂણ-દારુણ અવસ્થામાં વીત્યું હોય અને તેમનો વર્તમાન કીર્તિમાન હોય…પરંતુ આ કીર્તિમાનના હક્કદાર ભાગ્યે જ જોવા મળે છે. 

આવા જાતકોની કુંડળીનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે તો મોટાભાગની કુંડળીઓમાં ગ્રહપરિવર્તન યોગ જોવા મળે છે. ગ્રહો વચ્ચેનું પરિવર્તન એટલે સમગ્ર જીવનનું પરિવર્તન. અલબત્ત આવું પરિવર્તન (યોગ) શુભ ગ્રહો અથવા શુભ સ્થાનના વચ્ચે હોવું જોઈએ. પરિવર્તન યોગ એટલે ગ્રહોનું એકબીજાની રાશિમાં બિરાજવું, પ્રવેશવું, બેસવું એને જ્યોતિષની ભાષામાં રાશિ પરિવર્તન કહેવાય છે.

દાખલા તરીકે ગુરુની સ્વરાશિ ધન-મીન છે, જ્યારે બુધની સ્વરાશિ મિથુન અને કન્યા છે. પરંતુ ઉપરોક્ત પરિસ્થિતિ ની ઉલટ-સૂલટ થઈ જાય તો ગુરુ મિથુન રાશિમાં બિરાજે અને બુધ ધન રાશિમાં બિરાજે તો બુધ-ગુરુ બંને ગ્રહો એકબીજાની રાશિમાં બેઠા કહેવાય. આવો યોગ શેરબજારમાં ગરીબને ધનવાન બનાવે છે, કારણ કે બુધ એ વ્યવસાય, બુદ્ધિ અને વેપારનું ચાતુર્ય સાથે જોડાયેલો ગ્રહ છે અને ગુરુ અર્થ-પૈસા-ધન અને કુબેરના ભંડાર સાથે સંકળાયેલો ગ્રહ છે. આવા સમયે જો બુધ-ગુરુ એકબીજાની રાશિમાં જન્મકુંડળીમાં બિરાજે તો તેનું પરિણામ આશ્ચર્યજનક હોય છે. આવા જાતકો શેરબજારમાંથી અઢળક ધન પ્રાપ્ત કરે છે અને નાણાં વગરનો નાથીયાથી નાણે નાથાલાલ જેવા સામાજિક બિરુદ પ્રાપ્ત કરે છે.

આ સમાચાર પણ વાંચો  :  Shani Vakri 2024: ભાગ્યના ભેદ : આજથી શનિ ચાલશે વક્રી ચાલ, નવેમ્બર સુધી આ જાતકોએ રહેવું સાવધાન; કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો..

જોકે અહીં ફક્ત ગ્રહ પરિવર્તન યોગ નું એક ઉદાહરણ આપ્યું છે. પરંતુ આવા પરિવર્તન જુદા જુદા ગ્રહો વચ્ચે થાય ત્યારે શેર માર્કેટમાં માલામાલ બનાવે છે.  ગ્રહોનું પરિવર્તન એટલે અદભૂત આર્થિક કાયાપલટ તેમ કહેવું જરા પણ ખોટું નહીં હોય. પરંતુ આવા ગ્રહ પરિવર્તન શુભ ગ્રહો વચ્ચે – શુભ સ્થાનો વચ્ચે હોય તો તેના પરિણામ સારા હોય છે. પરંતુ જો આઠમા સ્થાન અને પાંચમા સ્થાન વચ્ચે આવું પરિવર્તન અગર વ્યય સ્થાન (બારમું સ્થાન) અને પાંચમા સ્થાન વચ્ચે આવું પરિવર્તન હોય તો શેર માર્કેટમાં નાણાં ગુમાવવાનો વારો આવે છે. કારણ કે પાંચમું સ્થાન શેરસટ્ટા નું સ્થાન છે અને બારમું સ્થાન વ્યય-ખર્ચાનું કહેવાય છે…અને આઠમું મૃત્યુ સ્થાન કહેવાય…. આ પરિસ્થિતિ જાતકને દેવાળીયો બનાવી મૃત્યુની સ્થિતિ તરફ લઇ જાય છે.  

Stock Market Astrology : શેરબજારમાં અનાયાસ ધનપ્રાપ્તિના યોગ 

શેર માર્કેટમાં પ્રવેશ કરતાં પહેલા આપ આપની કુંડળીનું નિરીક્ષણ કરજો. જો આપની કુંડળીમાં નીચે જણાવેલ યોગ હોય અથવા તેવી ગ્રહસ્થિતિ હોય તો આપને પણ શેરબજારમાં અનાયાસે અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે.

1️⃣ જો ચંદ્ર વૃષભ-કર્ક-ધન-મીન રાશિમાં હોય અને કુંડળીમાં  2-5 -10-11મા ભાવમાં હોય.

2️⃣ મંગળ મકર રાશિમાં હોય અને મંગળ જન્મકુંડળીમાં પાંચમા -દસમા-આગિયારમાં સ્થાનમાં બિરાજમાન હોય.

3️⃣ બુધ મિથુન અગર કન્યા રાશિમાં હોય અને કુંડળીમાં બીજા અગર પાંચમા  સ્થાનમાં હોય.

4️⃣ ગુરુ કર્ક-ધન-મીન રાશિમાં હોય અને જન્મકુંડળીમાં કેન્દ્રમાં અર્થાત 1-4-7-10મા સ્થાનમાં હોય.

5️⃣ શુક્ર વૃષભ-તુલા-મીન રાશિમાં હોય અને બીજા, નવમા, દસમા અગર આગિયારમા સ્થાનમાં હોય.

6️⃣ શનિ તુલા-કુંભ રાશિમાં  હોય અને કુંડળીમાં બીજા-પાંચમા અગર આગિયારમા સ્થાનમાં હોય. 

 ઉપરોક્ત જણાવેલા યોગમાં અગર વ્યક્તિનો જન્મ થયો હોય તો ગરીબ કુટુંબમાં જન્મ થવા છતાં તે આપબળે ધનવાન બને છે. આ ઉપરાંત નીચે જણાવેલા અન્ય યોગો પણ વ્યક્તિને ધનવાન બનાવે છે. 

1️⃣ 3-10-11માં સ્થાનમાં સૂર્ય મેષ રાશિમાં હોય.

2️⃣ ચોથા-સાતમા સ્થાનમાં તુલાનો શનિ હોય.

3️⃣ બીજા ભાવમાં બુધ-શુક્રની યુતિ હોય.

4️⃣ જો 1-5-9 સ્થાનનો સ્વામી અર્થાત લગ્નેશ-પંચમેશ-ભાગ્યેશ તે જ સ્થાનમાં હોય.

5️⃣ કર્ક લગ્નમાં શનિ તુલા રાશિમાં, મંગળ મકરમાં અને સૂર્ય મેષમાં હોય તો જાતક શેરબજારમાં કરોડો રૂપિયા બનાવે છે. 

Stock Market Astrology :  અસંખ્ય ગ્રહયોગ જાતક ને ધનવાન બનાવે છે 

શેર બજારમાં આવા અસંખ્ય ગ્રહયોગ જાતક ને ધનવાન બનાવે છે પણ કેટલાક ગ્રહયોગ એવા પણ હોય છે કે જાતકને શેર બજારમાં ભર જવાનીમાં વૃદ્ધ બનાવે છે…અને જીવનનું અમૃત છીનવી ઝેરના કડવા ઘૂંટ પીવા મજબુર કરે છે. એવા ગ્રહયોગ અહીં આપેલા છે અને જો આવા ગ્રહ યોગ તમારી કુંડળીમાં હોય તો સાવધ રહેજો નહીંતર તમારો વધ થઇ જશે.

૧. જો કુંડળીમાં તુલાનો શનિ અને કર્કનો ગુરુ હોય….આ સંશોધન અમારું આગવું છે અને આ  પ્રકારનો યોગમાં શનિ દસમી દ્રષ્ટિ દ્વારા કર્કના ગુરુને પક્કડમાં લે છે. આવો યોગ ધરાવતો એક પણ જાતક શેરબજારમાં કમાયો હોય તેવું ઉદાહરણ અમારી પાસે નથી.

૨. કુંડળીમાં ગુરુ અને શનિની યુતિ હોય તેવા જાતકો શેર માર્કેટમાં બકરીની બેં બેં કરતા થઇ જાય છે કારણ કે  ગુરુ અર્થનો- ધનનો કારક અને કુબેર ભંડારી ગ્રહ છે જયારે શનિ તેનો મારક ગ્રહ છે. ગુરુ વિસ્તૃતિકરણ ( expansion)નો ગ્રહ છે અને શનિ સંકોચનનો (shrunk) ગ્રહ છે.     

૩. કુંડળીમાં ગુરુ શનિ અને રાહુ સાથે હોય તો નાદારી અને દેવાદારીનો સામનો કરવાનો આવે.

૪. કુંડળીમાં પાંચમા ભાવે શનિ રાહુ અગર શનિ કેતુ અગર શનિ ગુરુ હોય તો શેર બજાર ઝેર બજાર બને છે. 

ઉપરોક્ત ગ્રહયોગ હોય તો તમારું આર્થિક જીવન નિરુપાય બની જાય છે. નંગ, તંત્ર કે મંત્ર બધું જ વ્યર્થ બને છે.  વિપરીત સ્થિતિમાં અને ખાસ કરીને શેર બજાર બાબતે ગ્રીનીચોટાઈટીસ સ્ટોન મદદે આવે છે અને શેર બજારમાં ઉભા રેહવાની તાકાત આપે છે.    

 જણાવી દઈએ કે અહીં જણાવેલા તમામ યોગો સંશોધિત અને  શાસ્ત્રોક્ત છે આથી જન્મકુંડળીના અન્ય શુભાશુભ યોગ અને મહાદશા,અંતર્દશા, કુંડળીની યોગીની, કાપીની, શાપીની દશાનું અર્થઘટન કર્યા બાદ શેરબજારમાં આગળ વધવું. જે જાતકોની કુંડળીમાં કુંડળીનો મૂળ સૂર્ય કે ચંદ્ર શનિ અગર રાહુ દ્વારા ગોચર ભ્રમણની વિપરીત અસરો હેઠળ હોય તેવા જાતકો એ પણ શેર બજારથી હંગામી ધોરણે દૂર રહેવું. અત્યારે એવા જાતકો કે જે ૧૫ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ, ૧૫ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન જન્મેલા હોય અને ખાસ કરીને કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ કે મીન રાશિ હેઠળ આવતા હોય તેઓ એ ૩૦ માર્ચ ૨૦૨૫ સુધી અતિ સાવધાની વર્તવી જરૂરી છે. 

 

Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન
Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Surya Gochar 2025: સૂર્ય ગોચરનો ખતરો! ૧૬ નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ ૪ રાશિના જાતકોએ ૧ મહિના સુધી ‘સાવધાની’ રાખવી પડશે
Guru Vakri Sanyog 2025: અત્યંત દુર્લભ સંયોગ: ગુરુ સહિત ૫ ગ્રહો એકસાથે વક્રી! આજથી આ ૪ રાશિઓના શરૂ થશે ‘સુવર્ણ દિવસો’
Exit mobile version