Site icon

જો તમે પણ વાસી લોટ ની રોટલી બનાવતા હોવ તો થઇ જાઓ સાવધાન- ઘરમાં વધશે ઝઘડા-કલેશ-જાણો જ્યોતિષની દ્રષ્ટિએ રોટલી ના નિયમ

 News Continuous Bureau | Mumbai

આજની ભાગદૌડ તેમજ વ્યસ્ત જીવન શૈલી માં મહિલાઓ પોતાની સુવિધા માટે ભોજન(cook food) બનાવતી વખતે એક સાથે વધારે લોટ બાંધી દે છે અને તેમાંથી જરૂર પૂરતી રોટલી બનાવી ને બાકી નો વધારા નો લોટ ફ્રિજ(fridge) માં મૂકી દે છે અને જયારે જરૂર પડે ત્યારે ફ્રિજ માંથી લોટ કાઢી ને તે જ વાસી લોટ નો ઉપયોગ કરે છે. જેથી તેમને લોટ બાંધવાની ઝંઝટ માંથી મુક્તિ મળે છે. લોટ સ્ટોક(stock) કરવું સુવિધાજનક તો છે પરંતુ જ્યોતિષ(astrology) અનુસાર તે યોગ્ય નથી. 

Join Our WhatsApp Community

જ્યોતિષ શાસ્ત્ર માં રોટલી નો સંબંધ ગ્રહો (grah) સાથે છે અને તેના વિશે તમામ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો પરિવારમાં હમેશા કંઈક  ને કંઈક સમસ્યાઓ (problems)આવતી જ રહે છે અને સુખ સમૃદ્ધિ જતી રહે છે.જ્યોતિષ મુજબ  રોટલી નો સંબંધ સૂર્ય અને મંગળ ગ્રહ સાથે હોય છે કારણ કે રોટલી શરીરને ઉર્જા (energy)આપવાનું કામ કરે છે. પરંતુ જ્યારે આપણે લોટ ને ફ્રિઝમાં (fridge)મૂકી રાખીએ છીએ ત્યારે તે લોટ વાસી થઇ જાય છે. વાસી લોટનો સંબંધ રાહુ (Rahu)સાથે હોય છે. રાહુ નો સંબંધ માનસિક સ્થિતિ (mental health)સાથે હોય છે તે આપણા મન ને કદી સંતુલિત નથી રહેવા દેતુ. એવામાં જ્યારે આ વાસી લોટની રોટલીઓ ઘરના સભ્યો  ખાય છે તેમની અંદર ઝગડાની પ્રવૃત્તિ પેદા થાય છે. સહન શક્તિ ઓછી થઈ જાય છે. નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. એવામાં ઘણી વખત ખોટા નિર્ણય લેવામાં આવે છે. ઘરમાં ક્લેશ અને ઝગડા વધે છે. જો તમે હકીકતમાં ઘરમાં શાંતિ મેળવવા માંગો છો તો દરરોજ તાજો લોટ બાંધીને જ રોટલી કરો. આજે લોકોમાં ગણી(count) ને રોટલી કરવાનો ટ્રેન્ડ (trend)થઇ ગયો છે પરંતુ આ જ્યોતિષ(astrology) ની દ્રષ્ટિએ શુભ નથી.તેની અસર પરિવાર ની સમૃદ્ધિ પર પડે છે. હમેશા તમે જેટલી રોટલી બનાવતા હોવ તેનાથી ચાર પાંચ રોટલી વધુ બનાવવી.પહેલાના જમાના માં પહેલી રોટલી ગાય(cow) ની અને છેલ્લી રોટલી કૂતરાની(dog) રાખવામાં આવતી.

આ સમાચાર પણ વાંચો : સોનેરી તક- સ્પેસ એજન્સી ઈસરોએ વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યો નિશુલ્ક ઓનલાઈન કોર્સ- જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

વાસી લોટના નુકસાનનું વૈજ્ઞાનિક કારણ(scientific reason) પણ છે. વાસી લોટમાં બેક્ટેરિયા (bacteria)ઉત્પન્ન થાય છે. જે આપણા શરીરને ઉર્જા (energy)નથી આપતા. પરંતુ સુસ્ત કરી દે છે અને બીમાર બનાવે છે. એવામાં આપણી કાર્યક્ષમતા ઓછી થઇ જાય છે.અને આની અસર આપણા કામ ઉપર પડે છે.

Shukra Gochar: 15 સપ્ટેમ્બરથી શુક્ર કરશે સિંહ રાશિમાં ગોચર , આ 6 રાશિઓના જીવનમાં આવશે સકારાત્મક પરિવર્તન
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં આ રાશિઓ નું ચમકી ઉઠશે નસીબ, દૂર થશે નાણાંની તંગી
Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version