Site icon

વાસ્તુ ટિપ્સ- દીપાવલીમાં દીવા પ્રગટાવતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો-દેવી લક્ષ્મી થશે પ્રસન્ન અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

News Continuous Bureau | Mumbai

કાર્તિક મહિનાની અમાવાસ્યા પર દીપાવલીનો તહેવાર (Diwali festival)ઉજવવામાં આવે છે, 5 દિવસ સુધી ચાલતો આ તહેવાર હિંદુઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દશેરા પછી જ ઘરોમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. એવું કહેવાય છે કે દીપાવલીના દિવસે, શ્રી રામ, માતા સીતા અને તેમના નાના ભાઈ લક્ષ્મણ સાથે, 14 વર્ષનો વનવાસ પસાર કરીને અયોધ્યા પાછા આવ્યા હતા. આ ખુશીમાં ત્યાંના લોકોએ સમગ્ર અયોધ્યામાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા.દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળીને રોશનીનો તહેવાર પણ કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવો પ્રગટાવતા પહેલા આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર (vastu shastra)અનુસાર કેટલાક સરળ નિયમોનું ધ્યાન રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Join Our WhatsApp Community

– દીવામાં ગોળ વાટને બદલે લાંબી વાટનો ઉપયોગ કરવો જોઈએ તેમજ તેલમાં (oil)દીવો પ્રગટાવો જોઈએ.

– જો તમારા ઘરમાં મંદિર (temple)છે તો સૌથી પહેલા મંદિરમાં દીવા પ્રગટાવો.

– તમે જે થાળીમાં દીવો પ્રગટાવો છો તેમાં સોના-ચાંદીના ઘરેણાં(jewelry) રાખવાનું ભૂલશો નહીં. તેનાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.

– મંદિરમાં દીવો પ્રગટાવ્યા બાદ તુલસીના છોડમાં દીવો કરવો. જો તુલસીનો છોડ તમારા ઘરના ઈશાન ખૂણામાં આવેલો છે. આવી સ્થિતિમાં તુલસીના છોડમાં દીવો કરવો ખૂબ જ શુભ રહેશે. તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પણ અનાજની(pulses) કમી નથી આવતી.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- ખાલી દિવાલ પાસે બેસવું માનવામાં આવે છે અશુભ- તમે પરેશાનીઓથી ઘેરાઈ શકો છો

નોંધ – અમે એવો દા

before lighting diyas in deepawali note these rules

વો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો

Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version