બિજાસન માતા મંદિર એ મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં સ્થિત હિન્દુ એક મંદિર છે.આ મંદિર 800 ફુટ ઊંચી ટેકરીની ટોચ પર બંધાયેલ પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. આ મંદિર દેવી દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે. કહેવામાં આવે છે કે મંદિરની હાલની રચના 1920 માં સ્થાપત્યની એક અલગ શૈલી સાથે બનાવવામાં આવી હતી. મંદિરમાં નવરાત્રીના તહેવારની આસપાસ લોકોની ભીડ જોવા મળે છે.
બિજાસન માતા મંદિર.
