News Continuous Bureau | Mumbai
Budhaditya Rajyog વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે ગ્રહોના રાજા સૂર્ય અને બુદ્ધિના કારક બુધ એક જ રાશીમાં આવે છે, ત્યારે બને છે બુધાદિત્ય રાજયોગ. આ યોગ ખૂબ જ શક્તિશાળી અને શુભ માનવામાં આવે છે. આ વખતે આ યોગ ઓક્ટોબર મહિનામાં તુલા રાશિમાં બનવાનો છે, જે 12 મહિના પછી ફરીથી બનશે. આ યોગનો લાભ તમામ રાશીઓને થશે, પણ ખાસ કરીને મકર, તુલા અને મિથુન રાશી માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયક રહેશે.
મકર રાશિ: કારકિર્દી અને સંપત્તિમાં વૃદ્ધિ
મકર રાશિ માટે બુધાદિત્ય રાજયોગ કારકિર્દી અને વ્યવસાય માટે લાભદાયક રહેશે. નોકરી શોધી રહેલા લોકોને સારી તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ અને પ્રમોશનની શક્યતા છે. વાહન કે સંપત્તિ ખરીદવાની યોજના પણ સફળ થઈ શકે છે.
તુલા રાશિ: વ્યક્તિગત વિકાસ અને આર્થિક સુધારો
તુલા રાશિમાં આ યોગ પ્રથમ ભાવમાં બનશે, જે વ્યક્તિગત વિકાસ માટે ઉત્તમ છે. આ સમયગાળામાં તમારી કાર્યશૈલીમાં સુધારો થશે અને આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે. કર્જમાંથી મુક્તિ અને દાંપત્ય જીવનમાં સુખદ પરિવર્તન શક્ય છે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
મિથુન રાશિ: પરિવાર અને સંતાનથી ખુશી
મિથુન રાશિ માટે આ યોગ પાંચમા ભાવમાં બનશે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. દાંપત્ય જીવનમાં તણાવ ઓછી થશે અને પરિવાર સાથે આનંદદાયક ક્ષણો પસાર થશે. ધનલાભની પણ શક્યતા છે.