ચતુર્ભુજ મંદિર એ મધ્ય પ્રદેશના ઓર્છા ખાતે આવેલું એક હિન્દૂ મંદિર છે. આ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરનું ભવ્ય સ્થાપત્ય દર વર્ષે હજારો મુલાકાતીઓને આકર્ષિત કરે છે. આ મંદિરનું નિર્માણ મોગલ બાદશાહ અકબરના શાસન દરમિયાન ઓર્છા રાજ્યના બુંદેલ રાજપૂતો દ્વારા કરાયું હતું. તેનું નિર્માણ મધુકર શાહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને 16 મી સદીમાં તેમના પુત્ર વિર સિંહ દેવ દ્વારા પૂર્ણ થયું હતું.
ચતુર્ભુજ મંદિર, ઓર્છા.
