Site icon

ગણેશોત્સવ સ્પેશિયલ : આ જગ્યાએ યુદ્ધ દરમિયાન ગણપતિબાપાનો તૂટ્યો હતો દાંત; કરો મૂર્તિનાં દર્શન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

ભારતમાં વિવિધ ઠેકાણે પ્રાચીન મંદિરો છે. દરેક મંદિર સાથે એકાદ પૌરાણિક કથા જોડાયેલી છે. આવું એક મંદિર છત્તીસગઢમાં દંતેવાડા જિલ્લાથી ૩૦ કિ. મી.ના અંતરે ઢોલકલ ગામમાં છે, જેમાં રહેલી ગણેશજીની મૂર્તિ પાછળ અનેક રહસ્યો છે. 

પુરાણોમાં પરશુરામ અને ગણેશજીના યુદ્ધનું વર્ણન છે. જે ઢોલકલના પહાડોમાં થયું હતું. અહીંયાં જ ગણપતિનો દાંત તૂટ્યો હતો, જેના પુરાવા એ સ્થાને જોવા મળે છે.

ઉત્તરાખંડના આ વિશિષ્ટ બ્રહ્મકમળનું મહત્ત્વ સંજીવની બુટ્ટીથી ઓછું નથી, જુઓ ફૂલ અને જાણો એના વૈદકીય ઉપયોગ
આ મૂર્તિનું રહસ્ય એ છે કે એ સમુદ્રતટથી ૨,૯૯૪ ફૂટની ઊંચાઈ પર છે. આટલી ઊંચાઈ પર એ કાળમાં કઈ ટેક્નોલૉજી વાપરીને મૂર્તિને સ્થાપિત કરી હશે એ હજી ઉકેલાયું નથી. કહેવાય છે કે ત્યાંના સ્થાનિક આદિવાસીઓ ગણપતિને તેમના રક્ષક માનીને પૂજા કરે છે. જ્યારે પુરાતત્ત્વ તજ્જ્ઞો મુજબ આ મૂર્તિ ૧૧મી સદીમાં નાગવંશી રાજાઓએ સ્થાપિત કરી હતી. મૂર્તિના પેટ પર નાગનું ચિહ્નન છે. આ એનો પુરાવો મનાય છે. 

આ મૂર્તિનાં દર્શન કરવા એટલાં સહેલાં નથી. ખાસ પ્રસંગે જ લોકો પૂજાપાઠ માટે ત્યાં જાય છે.
 ત્રણ ફૂટ ઊંચી અને અઢી ફૂટ પહોળી ગ્રેનાઇટના પથ્થરોથી બનેલી આ મૂર્તિ એ પ્રાચીન સમયની ઉત્કૃષ્ટ કલાનું પ્રદર્શન કરે છે.

સૌરાષ્ટ્રના આટલા બધા રસ્તા બંધ. રસ્તા પર નદીઓ વહેતી થઈ. જાણો વિગત.

Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Bhoota Yajna: હિંદુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન મળ્યું છે, અને પહેલી રોટલી પણ તેના માટે જ હોય છે તો જાણો ભૂત યજ્ઞ પાછળનું રહસ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર,જાણો આપનું રાશિફળ
Diwali 2025 Date: 20 કે 21 ઑક્ટોબર? દિવાળી 2025 ની તારીખ થઈ ફાઇનલ,જાણો પૂજા નું મુહૂર્ત
Exit mobile version