News Continuous Bureau | Mumbai
હાલ ચારધામ યાત્રા ચાલી રહી છે. મોટી સંખ્યામાં ભક્તોના ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. ત્યારે ચારધામના મહત્વના ગણાતા સુપ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરની જમણી તરફની દીવાલમાં તિરાડ પડી હોવાનો અહેવાલ આવ્યા છે. તેથી ભક્તોમાં ચિંતાનો માહોલ છે.
બદ્રીનાથ મંદિરની દીવાલ માં હલકી તિરાડ પડી છે. મંદિરના સમારકામની જવાબદારી ભારતીય પુરાતન સર્વેક્ષણ વિભાગને સોંપવામાં આવી છે. તેથી તેઓ સમારકામ કરશે એવું ઉત્તરાખંડના પર્યટન સચિવે મિડિયાને કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : વાહ!! બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો. થઈ કરોડો રૂપિયાની કમાણી.. જાણો વિગત
બદ્રીનાથ મંદિરની જમણી તરફની દીવાલમાં પડેલી તિરાડના સમારકામ માટે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચાનો એસ્ટીમેટ બનાવ્યો છે. એ સિવાય મંદિરની પાછળ આવેલા ગ્લેશિયરથી મંદિરને કોઈ તકલીફ થાય નહીં તે માટે સુરક્ષા માટે દીવાલને બાંધવામાં આવવાની છે. આ સમારકામ ચોમાસું પૂરું થયા બાદ કરવામાં આવવાનું છે
