Site icon

આજે તારીખ – ૦૬-૧૧-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૬ નવેમ્બર ૨૦૨૨, રવિવાર

"તિથિ" – આજે સાંજે ૪.૨૮ સુધી કારતક સુદ તેરસ ત્યારબાદ કારતક સુદ ચૌદશ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

"દિન મહીમા"
પ્રાગજીભગત અંતરધ્યાન તિથી મહુવા, વૈકુંઠ ચતુર્દી-ઉપવાસ, રવિયોગ ૨૦:૩૦ પંચક ઉતરે ૨૪.૦૪, સૂર્ય વિશાખા નક્ષત્રમાં ૨૦.૩૦
 
"સુર્યોદય" – ૬.૪૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૬.૩૮ – ૧૮.૦૩

"ચંદ્ર" – મીન, મેષ 
આજે જન્મેલા બાળકની રાશી મીન ત્યારબાદ ૭ નવેમ્બર રાત્રે ૧૨.૦૪ થી મેષ રહેશે.

"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૧૨.૦૪)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૨.૦૪)
રાત્રે ૧૨.૦૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૦૭ – ૯.૩૨
લાભઃ ૯.૩૨ – ૧૦.૫૭
અમૃતઃ ૧૦.૫૭ – ૧૨.૨૨
શુભઃ ૧૩.૪૭ – ૧૫.૧૨

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૦૨ – ૧૯.૩૭
અમૃતઃ ૧૯.૩૭ – ૨૧.૧૨
ચલઃ ૨૧.૧૨ – ૨૨.૪૭
લાભઃ ૨૫.૫૭ – ૨૭.૩૨
શુુભઃ ૨૯.૦૮ – ૩૦.૪૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

"કર્કઃ"(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

"તુલાઃ"(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વિવાહ યોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

"મકરઃ"(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version