Site icon

સવારે ઉઠતાની સાથે ભૂલ માં પણ ના કરો આ કામ- દિવસ થશે ખરાબ-આવી શકે છે મુશ્કેલી

News Continuous Bureau | Mumbai
ઘણીવાર એવું સાંભળવામાં આવે છે કે જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો ત્યારે ભાગ્ય તમારો સાથ આપે છે. પરંતુ, ઘણી વખત વહેલા ઉઠ્યા (early wake up)પછી પણ તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે આજનો દિવસ સારો નથી અથવા મહેનત કર્યા પછી પણ તેનું ફળ નથી મળ્યું. વાસ્તુશાસ્ત્ર (vastu shastra)અનુસાર, આપણી સાથે બનતી આવી પરિસ્થિતિઓ પાછળ આપણી ભૂલો પણ હોય છે. આવો જાણીએ સવારે ઉઠ્યા પછી કયા કામ ન કરવા જોઈએ. જેના કારણે તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે.અશુભ અને અમંગળકારી વસ્તુઓ જોવાથી ન માત્ર દિવસ બગડે છે, પરંતુ ઘણી મુશ્કેલીઓ પણ ઊભી થાય છે.આવી સ્થિતિમાં સવારે આંખ ખુલતાની સાથે જ આ વસ્તુઓને ભૂલીને પણ ન જોવી જોઈએ.

મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે તેઓ જાગતાની સાથે જ સૌથી પહેલા અરીસામાં(mirror) જુએ છે, પરંતુ આપણે આવું બિલકુલ ન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા શરીરમાં નકારાત્મક ઉર્જાનો(negative vibes) પ્રભાવ જોવા મળે છે. આની સૌથી વધુ અસર આપણા ચહેરા પર જ થાય છે. જો આપણે જાગતાની સાથે જ અરીસામાં જોઈશું, તો તે ઉર્જા આપણી અંદર ફરી પ્રવેશ કરશે. તેથી, સવારે ઉઠતાની સાથે જ સૌ પ્રથમ તમારો ચહેરો ધોઈ લો અને પછી અરીસામાં જુઓ.

Join Our WhatsApp Community

જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારે ગંદા વાસણો તરફ ન જોવું જોઈએ. એટલા માટે કહેવાય છે કે રાત્રે રસોડું (kitchen clean)સાફ કર્યા પછી જ સૂવું જોઈએ. સવારે ઉઠતાની સાથે જ ગંદા વાસણો જોવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર ઓછો થઈ જાય છે. સવારે ગંદા વાસણો ન છોડો અને રાત્રે તેને સાફ કર્યા પછી સૂઈ જાઓ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ તમારે પોતાનો કે અન્ય કોઈનો પડછાયો (shadow)ન જોવો જોઈએ. સવારે પડછાયો જોવો એ અશુભ અથવા અમંગળ માનવામાં આવે છે. પડછાયો જોવાથી વ્યક્તિમાં ભય, તણાવ અને મૂંઝવણ વધે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સવારે ઉઠતાની સાથે જ તમારે ક્યારેય બંધ ઘડિયાળ (clock)તરફ ન જોવું જોઈએ. વાસ્તવમાં ઘડિયાળને ચાલુ રાખવી શુભ માનવામાં આવે છે. બંધ ઘડિયાળ ખરાબ સમય સૂચવે છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ બંધ ઘડિયાળ પર નજર નાખો છો, તો પછી તમારો કોઈ સાથે ઝઘડો થઈ શકે છે અને તમારો આખો દિવસ બગડી જશે.

મોટાભાગના ઘરોમાં પ્રાણીઓના ચિત્રો(animal photo) જોવા મળે છે. પરંતુ, જ્યારે તમે સવારે ઉઠો ત્યારે આવી તસવીરો બિલકુલ ન જુઓ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવી તસવીરો જોવાનો અર્થ એ થઈ શકે છે કે તમારો આખો દિવસ વિવાદને ઉકેલવામાં પસાર થઈ શકે છે.

Today’s Horoscope : આજનો દિવસ:૨૦ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Grah Gochar: ગ્રહોની અનોખી ચાલ: આવતીકાલથી આ રાશિના જાતકો પર મહેરબાન થશે ગ્રહદેવતા! ડબલ ગોચર લાવશે સુખ-સમૃદ્ધિની ભેટ
Mahalakshmi Rajyog 2026: મકર સંક્રાંતિ બાદ સર્જાશે શક્તિશાળી ‘મહાલક્ષ્મી રાજયોગ’, આ 3 રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version